<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોરબી: પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પુત્રીએ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરી શ્રધાંજલી આપી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી ભાજપ મહિલા મોરચાના અગ્રણી જયશ્રીબેન વાઘેલાએ  પિતાજી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તારીખ 1/7/2024 ના રોજ સિવિલ હોસ્પિટલ મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપ ના સૌજન્યથી આયોજન કર્યુ હતુ.

  આ  તકે મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રl, મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, ઉપપ્રમુખ આરતીબા રાણા કારોબારી સભ્ય સરલાબેન રાચ્છ હાજરી આપી હતી અને આખો પરિવાર હાજર રહ્યો હતો આ કેમ્પને સફળ બનાવવામાં  પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, જયશ્રીબેન સાગર ભાઈ વાઘેલા અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના સભ્યો દ્વારા  ભારે જહેમત ઉઠાવવમાં આવી હતી

(11:16 PM IST)