<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 80 ટકા ભરાયો, નીચાણવાળા ગામોને અપાયું એલર્ટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ઘોડાધ્રોઈ ડેમ સતત પાણીની આવક ચાલુ છે. હાલ ડેમ 80 ટકાથી વધુ ભરાય ગયો છે. જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.

   મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યે ઘોડાધ્રોઈ ડેમની સપાટી 80 ટકાએ પહોંચી ગઈ હતી. જેથી હવે ડેમ પૂર્ણ ભરાતા/રુલ લેવલ જાળવવા ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. તેથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર ન કરવી તેમ સૂચના આપવામાં આવી છે. સાથે જ મોરબીના ચકમપર, જીકીયારી, જીવાપર, જેતપર (મચ્છુ), રાપર (માળિયા મિ.), સાપર, સુલતાનપુર, મનબા, ચીખલી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.


 

(11:21 PM IST)