<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

મોરબીના રાજપર ગામેથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

(પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના રાજપર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
   મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન રાજપર ગામેથી રમેશભાઈ વશરામભાઈ અઘારાને વિદેશી દારૂની બોટલ નંગ ૫ કીમત રૂ.૧૫૦૦ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા મનુભાઈ પુનાભાઈ ડાંગરનું નામ ખુલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 AM IST)