<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

કચ્છમાં ફરી ભૂકંપ : સવારે ૭.૦૩ મિનિટે દુધઈ પાસે ૩ રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો

અઠવાડિયામાં ત્રીજી વાર કચ્છની ધરતી ધણધણી : જે ત્રણેય સ્થળોએ આંચકા નોંધાયા એ સ્થળો ભૂકંપની ફોલ્ટ લાઈનમાં જ આ આંચકાઓ શું કંઈ નવાજૂની નો સંકેત આપે છે?

. (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે આજે સવારે ૭.૦૩ મિનિટે દુધઈ પાસે  ૩ રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો અઠવાડિયામાં ત્રીજી વાર કચ્છની ધરતી ધણધણી હતી ગત ૨૬/૬ ના પૂર્વ કચ્છના ધોળાવીરા મધ્યે ૨.૮ નો આંચકો, ૨૮/૬ ના પશ્ચિમ કચ્છના લખપત મધ્યે ૩.૪ નો આંચકો અને હવે એ બે સ્થળોની વચ્ચે ભચાઉ અને અંજાર વચ્ચે આવેલા દુધઈ ગામ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો છે. 

      કચ્છમાં જે ત્રણેય સ્થળોએ આંચકા નોંધાયા છે. એ સ્થળો ભૂકંપની ફોલ્ટ લાઈનમાં જ આવેલા છે. અત્યારે આ ફોલ્ટ લાઈનમાં અલગ અલગ જગ્યાએ એક અઠવાડિયામાં સતત ત્રણ વખત આવેલા આંચકાઓ શું કંઈ નવાજૂની નો સંકેત આપે છે? 

     સરકાર દ્વારા આ ભૂગર્ભીય હિલચાલ અંગે ભૂસ્તશાસ્ત્રીઓ મારફતે સંશોધન કરાવાય તો જ કચ્છની પૃથ્વીના પેટાળમાં સતત ચાલુ રહેલ ભૂગર્ભીય હિલચાલ ઉપર વધુ પ્રકાશ પડી શકે

(9:30 AM IST)