News of Wednesday, 3rd July 2024
બગથળાથી ખખરાળા રોડ પરથી કેનાલમાં ગાબડું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩: મોરબીના બગથળાથી ખાખરાળા રોડ પર આવેલી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો કે આ મામલે તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક યોગેશભાઈના જણાવ્યા પ્રમાણે બગથળાથી ખાખરાળા વચ્ચે કેનાલની સાયફનમાં કચરો ભરાઈ જતાં દોઢ ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. આ ગાબડું પડતાં આસપાસના સાતેક જેટલા ખેતરોમાં પાણી ભરાયા છે. આ અંગે મચ્છુ-૨ ડેમના અધિકારી વિશાલ પટેલ સાથે વાતચીત કરતાં તેઓ આ વાતથી અજાણ હોવાનું અને આ અંગે જરૂરી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
