<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

મહુવાના નૈપ ગામે બે કલાક બંધ રહેલા મકાનમાં તસ્‍કરો ૧૪ લાની મતા ચોરી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૩: મહુવા તાલુકાના નૈપ ગામે રહેતા ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ મહુવા પો.સ્‍ટે.માં ફરિયાદ નોધાવેલ તેમના પત્‍નિ પિયર ગયા હતા અનેᅠ તેમણે ફોન કરી જણાવ્‍યું હતું કે, મહુવા બસ સ્‍ટેન્‍ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્‍નિને લેવા માટે બાઇક લઇને મહુવા બસ સ્‍ટેન્‍ડ ગયા હતા. રસ્‍તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્‍યાં જાવ છો ? તેમ પુછતા ફરિયાદીએ પત્‍નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્‍યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્‍નિને લઇને ઘરે પરત આવ્‍યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્‍તો કર્યો હતો અને ત્‍યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂમમાં ગયા ત્‍યારે તેમણે જોયું હતું કે, રૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્‍ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂા.૧૪ લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ તથા સોના- ચાદીના દાગીનાની ચોરી થયાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્‍થળે દોડી જઇને તપાસ હાથ ધરી હતી.

(10:25 AM IST)