News of Wednesday, 3rd July 2024
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ફરારીને દોઢ વર્ષે ઝડપી લીધો
૨૦૨૩માં થાનના ૪ શખ્સોએ કર્મીઓને મારમારી સરકારી કારના કાચ ફોડયા હતા

વઢવાણ,તા.૩: તા. ૧૪-૨-૨૦૨૩ના રોજ લીંબડી હાઈવે પર ચેકીંગ કરી રહેલી ખાણ ખનીજની ટીમ પર હુમલો થયાનો બનાવ બન્યો હતો. જેમાં લીંબડી નેશનલ હાઈવે પર બોડીયા અને બલદાણા ગામ વચ્ચે ખાણ ખનીજની ટીમે થાન પંથકના ડમ્પરને અટકાવી ચેકીંગ કર્યુ હતુ.
જેમાં ૫ શખ્સોએ હાઈવે ચેક પોસ્ટના રોયલ્ટી ઈન્સપેકટર અનીશભાઈ અલારખાભાઈ ચોકીયા, ગાર્ડ ગૌતમભાઈ પરમાર અને ગોવીંદભાઈ કાઠીયાને માર મારી સરકારી કારના કાચ ફોડી નાંખ્યા હતા. આ બનાવનો ફરાર આરોપી સાયલા તાલુકાના મોરસલ ગામનો ૩૯ વર્ષીય ઈશ્વર હાજાભાઈ ભાગરા હાલ સુરેન્દ્રનગરના ૮૦ ફુટ રોડ પર આવેલ આરતી એવન્યુમાં રહેતો હોવાની તથા હાલ તેના ઘરે જ હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીએસઆઈ જે.વાય.પઠાણ, વિજયસીંહ, ધવલભાઈ, શકિતસીંહ સહિતની ટીમે આરતી એવન્યુમાં દરોડો કરી આરોપી ઈશ્વર હાજાભાઈ ભાગરાને ઝડપી લીધો હતો.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
