<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ

મુળદ્વારકામાં ૮ થી ૧૦ ફુટ ઉંચા મોજા ઉછળ્‍યા

 

 (અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૩: ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદે આજે સવાર થી વિરામ લીધો છે ત્‍યારે ગીર સોમનાથ ના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્‍યો મૂળ દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે ૧૦ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્‍યા.

ગીર સોમનાથ આદ્રીથી લઇ કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ સુધીના દરિયા કિનારે ભારે પવન સાથે ૮ થી ૧૦ ફૂંટ ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળતા માછીમારોને પણ દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. આજે ભારે પવન સાથે મૂળ દ્વારકા ના દરિયામાં ભારે કરંટ જોવા મળ્‍યો સાથેᅠ સાથ કોડીનારના મૂળ દ્વારકા સુત્રાપાડા બંદર ધામળેજ બંદર માઢવાડ અને કોટડા બંદર સહિતના કાંઠા વિસ્‍તારમાં દરિયામાં મોજા ઉછળ્‍યાં હતા. દરિયો ગાંડોતૂર થતા યાત્રિકોની સલામતીને ધ્‍યાને લઈને દરિયા કાઠે ના જવા સૂચના અપાઈ છે. સહેલાણીઓને દરિયામાં ન્‍હાવા ની સખત મનાઈ કરાઈ છે.

મૂળ દ્વારકાનો દરિયો આમ તોર પર સામાન્‍ય જોવા મળે છે માટે અહીં સહેલાણીઓ દરિયાનો આનંદ માણવા આવે છે, પણ આજે જે પ્રમાણે દરિયાએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરેલું છે તે જોઈ અને ફરવા આવેલા સહેલાણીઓ પણ દૂરથી દરિયાનો રૌદ્ર સ્‍વરૂપમાં નજારો જોઈ સલામતી સાથે પરત ફરે છે.

(10:33 AM IST)