News of Wednesday, 3rd July 2024
વેપારી ઉપર હુમલો-લુખ્ખાગીરીના વિરોધમાં જામજોધપુર જડબેસલાક બંધ
માર્કેટીંગ યાર્ડ પણ બંધમાં જોડાયું : ગાંધીચોકથી મામલતદાર કચેરી સુધી વેપારીઓ-ગ્રામજનોની રેલીઃ મામલતદારને આવેદન

જામજોધપુર આજે સવારથી બપોર સુધી સજ્જડ બંધ રહયું છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ દર્શન મકવાણા- જામજોધપુર)(૨.૯)
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૩: જામનગર જીલ્લાના જામજોધપુરમાં વેપારી ઉપર હુમલાના વિરોધમાં તથા અસામાજીક તત્વો દ્વારા ત્રાસ, વ્યાજ વટાવના ધંધા, ટ્રાફિક, દારૂના દુષણ સહિતના વિરોધમાં આજે જામજોધપુર જડબેસલાક બંધ રહયું છે. જેમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડની સાથો-સાથ નાના-મોટા વેપારીઓએ આજે બપોર સુધી બંધ પાળીને રોષ ઠાલવ્યો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાં વધતી જતી લુખાગીરી ,રોમિયોગીરી ,ઊંચા વ્યાજ વટાવના ધંધા , ટ્રાફિકના પ્રશ્નો તેમજ દારૂના વધતા જતા દુષણો તથા તાજેતરમાં વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓએ આજે બપોર સુધી બંધ રહયું છે. આજે ગાંધીચોક થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી વેપારીઓ તથા ગ્રામજનો મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બંધમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું છે.
જામજોધપુરમાં ખોળ કપાસના વેપારી ચિરાગ વળજલાલ દેલવાડીયા પર સામાન્ય બાબતે ર્પાકિંગ ના પ્રશ્ન ને લઈ ધોળે દિવસે અમુક શખ્શોએ હુમલો કરતા શહેરમાં વેપારી આલમમાં રોષ ફાટી નીકળ્યો હતો. આવી ગુંડાગીરી તથા જામજોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઊંચા વ્યાજ વટાવના ધંધા, ટ્રાફિકના પ્રશ્નો, દારૂના વધતાં જતાં અનહદ દુષણો વગેરેના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓ આજરોજ અડધા દિવસનુ સજજડ બંધનું એલાન અપાયું હતું જેમના અનુસંધાને આજે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા સદંતર બંધ રાખ્યા હતા.
શહેરમાં વકરતી ગુંડાગીરી દારૂની બદી તેમજ શહેરમાં ખુલ્લે આમ ખુલ્લેઆમ ે વ્યાજ વટાવના ધંધા માં પોલીસ તાબડતોડ કાર્યવાહી કરે તેવી માંગ છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
