<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

અમરેલી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખુશાલી

લાઠીના શેખપીપરીયામાં નદીના પાણી ગામમાં ઘુસી જતા સર્વત્ર પાણી-પાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨ : અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલ લાઠી ખાંભા વડીયા કુકાવાવ લાઠી બાબરા લિલીયા બગસરા સાવરકુંડલા ખાંભા જાફરાબાદ રાજુલામા વરસાદી માહોલ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડુતોમા ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. રાજુલાના ખાખબાઇ ગામે જુની પ્રાથમિક શાળા ધરાશાયી થઇ હતી તેમજ અમરેલીના નાના માશીયાળા પાસે આવેલા ઠેબી નદીમા ઘોડાપુર બાબરાની કાળુભાર નદી અને વાડળીયામાંથી પસાર થતી ગાંગડીયા નદીમાં પુર આવ્‍યું હતું ફુલજરીયો નદીમાં પુર આવ્‍યું હતું. લાઠીના શેખપીપરીયા ગામે પસાર થતી સ્‍થાનિક નંદીના પાણી પાદરમાં આવી જતા અવર જવર કરવામા લોકોને મુશ્‍કેલી થઇ હતી.

અમરેલી જિલ્લામા વરસાદી માહોલ છવાયો અમરેલી જિલ્લામા છેલ્લા બે દિવસથી ઘોઘમાર વરસાદ ખાબકયો હતો. અમરેલી પંથકમાં પણ ધીમીધારે વરસાદ જોવા મળ્‍યો હતો. અમરેલી ચીતલ રોડ પર આવેલા નાના માશીયાળા ગામે આવેલ ભીમનાથ મહાદેવ પાસે ઠેબી નદીમાં ઘોડાપુર આવ્‍યુ હતું. શેડુભાર ખીજડીયા અને ચીતલમા ધોધામાર વરસાદ પડ્‍યો હતો અમરેલી ના ચેકડેમો પણ ઓવરફલો થયા હતા તો ખેતર મા પાણી ભરાવાની ઘટના પણ બની હતી.

રાજુલા પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્‍યા હતા રાજુલા ના ખાખબાઇ ગામે ભારે વરસાદને કારણે જુની પ્રાથમિક શાળા ધરાશાયી થઇ હતી. આ મલબા નીચે ફસાયેલા આખલાને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્‍યો હતો. રાજુલા શહેર તેમજ ડુંગર, દેવકા, કુભારીયા, માંડણ, મોરગી ગામે ઘોઘમાર વરસાદ પડ્‍યો હતો. રાજુલા શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા.  સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. ખાંભા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્‍યો હતા.ે ખાંભા શહેર તેમજ હનુમાનપુર, બોરાળા, ચકરાવા, ખડાધાર, કંટાળા, ઘુઘવાણા, પચપચીયા, નાનુડી, ગીદરડી, રાણીગપરા, ભાવરડી, મોટા સરાકડીયા સહિતના ગામમો ધોધમાર વરસાદ પડ્‍યો હતો.

જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્‍યો હતો જાફરાબાદના કોસ્‍ટલ બેલ્‍ટ વિસ્‍તારમાં આવેલા વાઢેરા હેમાળ કડીયાળી રોહીસા નાગેશ્રી પીછડી છેલાણા ટીંબી સહિતના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો સાવરકુંડલા પંથકમા પણ વરસાદ પડ્‍યો હતો. છાપરી, લીખાળા, ખડસલી, વિજપડી સહિતના વિસ્‍તારમાં વરસાદ ખાબકયો હતો. લિલીયા પંથકમા ઘીમીઘારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો લિલીયાના નાના કણકોટ નાના રાજકોટ સહિતના વિસ્‍તારમાં વરસાદ ખાબકયો હતો. બગસરા પંથકમાં પણ સારો વરસાદ પડ્‍યો હતો. બગસરાના ચુડાવડ સહિતના વિસ્‍તારમાં વરસાદ ખાબકયો હતો. ધારી પંથકમાં ધીમીધારે વરસાદ પડયો હતો.

(10:58 AM IST)