<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

મોરબીના સામાકાંઠે સ્‍મશાનના પરિસરની દીવાલ ધરાશાયી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ તા.૩ મોરબીમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. રાત્રીના અનેક ઘરોમાં પાણી ભરાઇ ગયાની ફરિયાદો ઉઠી અને માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્‍યારે આ દરમ્‍યાન મોરબીના સામાકાંઠે આવેલ સ્‍મશાનના પરિસરની દીવાલ ધરાશાયી થઇ છે.

સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સ્‍મશાન ગૃહ આવેલું છે. ત્‍યાંથી અરૂણોદય રોટરીનગર વિસ્‍તારોનું પાણી ત્‍યાંથી નદીમાં જાય છે. ત્‍યાં બાજુમાં સ્‍મશાન ગૃહ છે જેની ૮ ફૂટ ઊંચી અને ૪૦ ફૂટ લાંબી દીવાલ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ત્‍યાં પાણીના નિકાલ માટે ૧૦ ફૂટ જેટલુ ખુલ્લું નાલું બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારે ગત રાત્રી ઁદરમ્‍યાન ભારે વરસાદના કારણે પાણીના  પ્રવાહમાં વધારો થતા સ્‍મશાન ગૃહની આ દીવાલ ધરાશાયી થઇ હતી.

(11:08 AM IST)