<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામથી ખેડૂતોને રાહત : ધી - સિંહણ ડેમમાં ૫ ફૂટ નવા નીર

નદી, નાળા, ચેકડેમ, ડેમમાં પાણી આવતા નયનરમ્‍ય દ્રશ્‍યો સર્જાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ : દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી પડેલા ભારે વરસાદ પછી મેઘરાજાએ ગઇકાલથી વિરામ લેતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

ચારેય તાલુકાઓમાં તમામ તળાવો તથા નાના ચેકડેમો છલકાતા નયનરમ્‍ય દ્રશ્‍યો સાથે ભાણવડ, બરડા ડુંગર તથા ખંભાળીયા, કલ્‍યાણપુર, દ્વારકા તાલુકાઓમાં ઝરણા વહેતા થઇ ગયા હતા તથા નયનરમ્‍ય દ્રશ્‍યો પણ સર્જાયા હતા.

ખંભાળિયા શહેર તથા ૨૩ ગામોને પીવાનું પાણી પુરૂં પાડતા તથા અનેક ગામોમાં સિંચાઇની સગવડો પુરી પાડતા ધી તથા સિંહણ ડેમમાં ૫ ફૂટ નવું નીર આવ્‍યું છે

(11:49 AM IST)