News of Wednesday, 3rd July 2024
દેવભુમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત ૨૫ પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીનો ગંજીપો ચિંપાયો

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા,તા. ૩: દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ગઈકાલે જિલ્લાની એલસીબી, એસઓજી જેવી જુદી જુદી મહત્વની પોલીસ કચેરીઓમાં ફરજ બજાવતા કુલ ૨૫ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો કર્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગઈકાલે ઇસ્યુ કરવામાં આવેલા આ ઓર્ડરમાં એલસીબીના મશરીભાઈ ભરવાડીયા અને ભરતભાઈ જમોડને ખંભાળિયા પોલીસ મથકમાં, મસરીભાઈ છુછરને દ્વારકા, એસ.ઓ.જી.ના રાજેન્દ્રસિંહ એમ. જાડેજાને ખંભાળિયા પોલીસ મથકમાં, પેરોલ સ્કવોડના જેસલસિંહ જાડેજાને સલાયા, સહદેવસિંહ જાડેજાને ખંભાળિયા, કુલદીપસિંહ જાડેજાને દ્વારકા, અરજણભાઈ આંબલીયાને ખંભાળિયા મુકવામાં આવ્યા છે. ખંભાળિયાના ખીમભાઈ કરમુર અને જેઠાભાઈ પરમારને પેરોલ ફર્લો સ્કવોડમાં ભાણવડના મનહરસિંહ જાડેજાને અને દ્વારકાના પીઠાભાઈ ગોજીયાને એલસીબી વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
