<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

જુનાગઢના મધ્‍યમ પરિવારમાંથી આવતા અલ્‍તાફ કુરેશીને ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે કલાઇમેટ ચેન્‍જ એવોર્ડ

ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, ભાવેશ જાદવ સહિતના ઉપસ્‍થિત : એવોર્ડની ધનરાશી મુખ્‍યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી

જુનાગઢ, તા.૩: કરો એસા કે કુછ પહેચાન બન જાયે, ચાલો તો નિશાન બન જાયે, જિંદગી તો સબ જીતે હૈ, જીવો એસા કે મિશાલ બન જાયે, સમયનું શુભચક્ર ધીમું ફરે છે પણ ઝીણું કાતે છે.. તેવી એક કહેવત છે..

એવું જ કંઈક ૧- ૭- ૨૦૨૪ એ મુખ્‍યમંત્રીને ૭૫ હજારનો ચેક અર્પણ કરતા અનુભવ્‍યું... ક્‍લાઈમેટ  ચેન્‍જ એવોર્ડ ની ધનરાશી મુખ્‍યમંત્રી રાહત ફંડમાં આપી દેવાનો નિરધાર એવોર્ડ ફોર્મ ભરતી વખતે જ જુનાગઢના અલ્‍તાફભાઇ કુરેશીએ કરેલ કે સરકાર દ્વારા આપણને સન્‍માન મળે આપણાં કાર્યની નોંધ લેવાઈ એ જ ઇનામ! જે રાશિ આજે અર્પણ કરવાનો જોગાનુજોગ અવસર અલ્‍તાફભાઇ કુરેશીના પિતાનીમારા પપ્‍પા ની તિથિ સાથે આવેલ  ત્‍યારે  મર્હુમ પપ્‍પાની સુવાસ અનુભવી રહ્યો છું કેમ કે તેમણે આજથી એક્‍ઝેક્‍ટલી ૧૭ વર્ષ પહેલા  ૧-૭- ૨૦૦૭ વિદાય લીધી ત્‍યારે કોઈ જવાબદારી ના હતી કે જીવનની ગંભીરતા કે સમજ ન હતી ત્‍યારે સામાજિક પ્રવૃતિની શરૂઆત કરી. મુખ્‍યમંત્રીશ્રી સાથે મળવાનો અવસર મળેલ. અહીંયા સુધી પહોંચતા ૧૭ વર્ષ લાગ્‍યા ૨૦૦૭માં આવી રીતે ૭૫,૦૦૦ દાન કરીશું એવી કોઈ પરિસ્‍થિતિ ન હતી. જે ખરેખર મહેનત કરતા સૌ ની દુઆ વગર આ શકય ન થઈ શકે આપણા કર્તવ્‍ય નિષ્ઠ ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયાના ઉત્તમ સપોર્ટ અને મિત્ર ભાવેશ જાદવ સાથે ગાંધીનગરમાં સીએમ ભુપેન્‍દ્રભાઈની ઓફિસમાં મળવાનું ગોઠવાયું. જ્‍યાં સંજયભાઈ એ ગૌરવ સહ ઓળખાણ કરાવી અને ચેક અર્પણ કર્યું ત્‍યારે,  ભુપેન્‍દ્રભાઇએ તેમની મળદુતા દર્શાવી ને એક બાજુ બેસાડ્‍યા. અમારા આનંદ અને આશ્‍ચર્ય વચ્‍ચે એક ફોટોગ્રાફર ને બોલાવવામાં આવ્‍યો અને આ ક્ષણની સુવાસ હંમેશ માટે મઢી લીધી. આ સુંદર અહેસાસ માટે મારા માતાપિતા, પરિવાર અને મિત્રોની દુઆ છે.

 જેની પોણો લાખ જેટલી ધનરાશી મુખ્‍યમંત્રી રાહત ફંડમાં આપી દેવાનો નિર્ધાર એવોર્ડ ફોર્મ ભરતી વખતે જ કરેલ.  સરકાર દ્વારા આ સન્‍માનને આવકારી ને મુખ્‍યમંત્રીશ્રીને ચેક સાથે આપેલ પત્રમાં વિશેષ રજૂઆત કરેલ કે રાષ્‍ટ્રહિતની પર્યાવરણ સુરક્ષા કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આ ધન રાશી એક નાનું અર્પણ છે. અલ્‍તાફભાઇ કુરેશી મો.૯૮૨૫૪૬૪૪૦૩

(1:19 PM IST)