<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ભાડલાના પારેવાળા ગામે જમીન વાવવા રાખ્‍યા બાદ ખાલી ન કરતા લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદ

રાજકોટના હિતેષ આલગાની જમીન ઉપર કબ્‍જો કરનાર પારેવાળાના કેશુ રામાવત સામે ભાડલા પોલીસમાં ગુન્‍હો નોંધાયો

રાજકોટ તા. ૩: ભાડલાના પારેવાળા ગામે રાજકોટના આધેડની ખેતીની જમીન વાવવા રાખ્‍યા બાદ ખાલી ન કરનાર પારેવાળાના ખેડુત સામે લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદ થઇ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ મુળ ભાડલાના પારેવાળા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા હિતેષભાઇ લાખાભાઇ આલગાએ આરોપી કેશુ લાલદાસ રામાવત રે. પારેવાળા ગામ સામે ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીની પારેવાળા ગામના રે.સ.નં. ૧૮૧ નવા રે.સ.નં. ૧૭૩ પૈકી ૧ની ૧૪ વિઘા જેટલી જમીન આરોપીને ભાગમાં વાવવા આપી હતી. ત્‍યારબાદ ફરીયાદીએ ભાગમાં જમીન વાવવાના ના પાડી જમીન ખાલી કરવાનું કહેતા આરોપીએ જમીન ખાલી ન કરી કોઇપણ જાતના હકક-દાવા વગર ગેરકાયદે રીતે કબજો કરી લઇ બળજબરીથી પચાવી પાડી હતી.

આ અંગે ફરીયાદીએ જીલ્લા કલેકટરને લેન્‍ડ ગ્રેબીંગની અરજી કરતા જીલ્લા કલેકટરના હુકમ બાદ ઉકત શખ્‍સ સામે ફરીયાદીએ ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. વધુ તપાસ ગોંડલના ડી.વાય.એસ.પી. કે. જી. ઝાલા ચલાવી રહ્યા છે

(1:39 PM IST)