<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ગોંડલ આશાપુરા માતાજીના મંદિરમાં તસ્‍કરો ત્રાટક્‍યાઃ સોના-ચાંદીના આભૂષણો - રોકડની ચોરી

ત્રણથી ચાર કિલો ચાંદીના આભૂષણો - ૪ તોલાના સોનાના આભૂષણો તથા ૪ થી ૫ હજારની રોકડની ચોરી

તસ્‍વીરમાં જ્‍યાં ચોરી થઇ તે આશાપુરા મંદિર અને પર્સ તથા દરવાજો તૂટેલો નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા. ૩ : ગોંડલમાં આસ્‍થાના પ્રતીક સમા અને પૌરાણીક સુવિખ્‍યાત આશાપુરા માતાજીના મંદિરમાંથી તસ્‍કરો સોના-ચાંદીના આભૂષણો તથા રોકડ ચોરી કરી ગયા હતા.

પ્રાપ્‍ત વિગતો મુજબ ગોંડલના આશાપુરા માતાજીના મંદિરના દરવાજા આજે સવારે તૂટેલ હાલતમાં જણાતા અને મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણો તથા દાનપેટી તૂટેલ હાલતમાં જોવા મળતા મંદિરના પુજારીએ પોલીસને જાણ કરતા બી-ડીવીઝન પી.એસ.આઇ. જે.એલ.ઝાલા તથા સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ તસ્‍કરો મંદિરના દરવાજા તોડી મંદિરમાંથી ત્રણથી ચાર કિલો ચાંદીના આભૂષણો, ૪ તોલાના સોનાના આભૂષણો તથા દાનપેટી તોડી ૩ થી ૪ હજારની રોકડ ચોરી કરી ગયા છે. મંદિરમાં રહેલ સીસીટીવી કેમેરા પૈકી એક જ સીસીટીવી કેમેરો ચાલુ હોય પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાચીન આશાપુરા મંદિર ને તસ્‍કરોએ નિશાન બનાવતા ભાવિકોમાં ઉગ્ર રોષ વ્‍યાપેલ છે.

(1:37 PM IST)