News of Wednesday, 3rd July 2024
વરસાદે પોરો ખાધોઃ ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા-ભારે ઝાપટા યથાવતઃ પવનનું જોર વધ્યું

રાજકોટ, તા., ૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે પોરો ખાધો છે. માત્ર હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.
ગઇકાલ બપોર બાદથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અને પવનના સુસવાટા સાથે મિશ્ર હવામાન યથાવત છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ છેલ્લા ર૪ કલાકમાં જામનગર, જોડીયા, જામજોધપુર, વાંસજાળીયા, ભણગોર, ખરેડીમાં હળવા ભારે ઝાપટા પડયા છે.
બાજરા સ઼શોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯, મહતમ તાપમાન ૩ર.૬, ભેજનું પ્રમાણ ૮૯ ટકા પવનની ગતી ૧૪ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ૮૦૭ કયુસેક પાણીની આવક શરૂ હતી અને ડેમની સપાટી ૧પ ફુટ ૮ ઇંચ હતી. ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવક શરૂ થઇ હતી. ૪૧૮૧ કયુસેક પાણીની આવક શેત્રુંજી ડેમમાં શરૂ હતી. જેના પગલે શેત્રુંજી ડેમની સપાટી ૧૬ ફુટ ર ઇંચે પહોંચી હતી. છેલ્લા ૧૦ કલાકમાં શેત્રુંજી ડેમની સપાટીમાં ૪ ઇંચનો વધારો થયો હતો. શેત્રુંજી ડેમમાં હજુ પાણીની આવક શરૂ છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
