<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

જામજોધપુરમાં અસામાજીક તત્‍વોનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવો

મિલ્‍કતો પડાવવી, વ્‍યાજખોરી, સ્‍પીડમાં બાઇક ચલાવીને રોમીયોગીરી, ધાકધમકી આપવાનારા સામે કડક કાર્યવાહી કરવા જામજોધપુર વેપારી એસોસીએશન દ્વારા આવેદન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૩: જામજોધપુરમાં અસામાજીક તત્‍વોના ત્રાસ સામે આજે જામજોધપુર અડધો દિવસ બંધ રહ્યું છે અને રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવીને આવા તત્‍વો સામે કડક કાર્યવાહીની માંગ થઇ છે.

જામજોધપુરના મામલતદાર, પી.આઇ. જામનગર ડીએસપી, કલેકટરશ્રી, સાંસદ પૂનમબેન માડમ, ગૃહમંત્રી તથા મુખ્‍યમંરીશ્રીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે, વેપારીઓની દુકાનની આગળ તથા જાહેર મેઇન રોડ ઉપર આડેધડ બળજબરી પૂર્વક કાળા કાચ વાળી તથા નંબર પ્‍લેટ વગરની કાર તથા મોટર સાયકલ પાર્કીંગ કરતા હોય અને અમો કાંઇ કહીએ તો જેમ ફાવે તેમ બોલવા લાગે અને ધંધો કરવો છે કે નહીં તેવી ધાક ધમકીઓ આપે છે.

આવા અસામાજીક તત્‍વો જામજોધપુર શહેરમાં ફાયનાન્‍સની ઓફીસો ખોલી સામાન્‍ય માપણસો પાસેથી કોરા ચેકોમાં સહી લઇ ઘોડા વ્‍યાજ વસુલી વ્‍યાજ સહીત રકમ આપી દીધેલ હોવા છતાં પૈસા પડાવવા મિલ્‍કતોના દસ્‍તાવેજો કરાવી બળજબરીથી કબ્‍જો મેળવી ચેકો રીર્ટન કરાવી ખોટી ફરિયાદો કરાવી વધુ પૈસા પડાવવા ધાક ધમકીઓ આપતા હોય છે.

જામજોધપુર શહેરમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ હોય અને આવા અસામાજીક તવો સ્‍કુલ, કોલેજ બહાર સ્‍પીડમાં મોટર સાયકલો ચલાવી બેન દિકરીઓ સામે સીન સપાટા કરી રોમીયાગીરી કરતા હોય તેમજ રાત્રીના સમયે રીંગ રોડ ઉપર બેફામ મોટર સાયકલ ચલાવી દાદાગીરીથી વાહન પાર્કીંગ કરી લુખ્‍ખાગીરી કરતા હોય જેથી જામજોધપુર શહેરમાં સતત પોલીસ પેટ્રોલીંગની જરૂર હોય છે.

તેવી રીતે આવા અસામાજીક તત્‍વોએ જામજોધપુરના બાલ મંદિર રોડ ઉપર કુબેર કોર્નર ઉપર મુન ટ્રેડર્સ નામની ખોળ કપાસીયાની દુકાન ચીરાગભાઇ દેલવાડીયા ધરાવે છે તેઓ તા. ૦૧-૭-ર૦ર૪ના રોજ બપોરના ત્રણેક વાગ્‍યાની આસપાસ તેઓ તથા દુકાનમાં કામ કરતા માણસો હાજર હતા ત્‍યારે કોઇ અજાણ્‍યા માણસો કાર તથા મોટર સાયકલમાં હાથમાં લાકડી અને ધોકા લઇને આવી તેના વડે વેપારીને માર મારવા લાગેલ અને તેઓને ઇજા થયેલ તેમજ દુકાનમાં કામ કરતા માણસોને માર મારેલ અને દુકાનની બહાર ઉભેલ ઇસમોમ જેમ ફાવે તેમ ગાળો આપતા હતા અને કહેતા હતા કે અમો ગાડી જયાં મુકેએ ત્‍યાં અમોને કંઇ કહેવાનું નથી અને જામજોધપુરના વેપારીઓએ પ્રોટેકશન મની આપવી પડશે તેવી ધમકી આપતા હતા.

આવા અસામાજીક તત્‍વો સામે ગામના સામાન્‍ય લોકોની નૈતિક હીંમત વધે તેમજ ગામમાં આવા અસામાજીક તત્‍વો માથું ના ઉંચકે તે માટે આવા અસામાજીક તત્‍વોને જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવા માંગ કરી છે.

(3:00 PM IST)