<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ભુજના સુખપર ગામે ટ્રક ફરી વળતા દાદી-પૌત્રના મોત

મંજુલાબેન ગોરસીયા અને તન્મય ગોરસિયાના મોતથી સમગ્ર પટેલ ચોવીસીમાં અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : ભુજ નજીકના સુખપર ગામે ટ્રક એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર આધેડ મહિલાનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે સવા વર્ષના પૌત્ર નુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.                              અકસ્માત બાદ લોકોની ભારે ભીડ જમાં થઈ હતી. અકસ્માતના આ બનાવની માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માનકુવાથી ભુજ તરફ જતા એક્ટિવા સવાર ૫૫ વર્ષીય મંજુલાબેન વાલજી ગોરસિયા અને સવા વર્ષના તન્મય દિનકર ગોરસિયાના ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ નિપજયા હતા.

      દાદી પૌત્ર અકસ્માત મોતના બનાવ થી સમગ્ર પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઈ છે.

(3:03 PM IST)