News of Wednesday, 3rd July 2024
કલેકટર દ્વારા જામનગર શહેરના આઠ વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર
બેડી બંદર, ધરાનગર 2, ઘાચીવાડ ,ખોજાવાડ, લાલખાણ ,બેડીબંદર રીંગ રોડ ,રવિ પાર્ક , વામ્બે આવાસ વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર

કમિશનર જામનગર મહાનગરપાલિકા, જામનગર તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના બેડીબંદર આરોગ્યકેન્દ્રનાં ધરારનગર-૨ અને ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ અને વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડ વિસ્તારમાં પોઝીટીવ કોલેશના કેસો નોંધાયેલ છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયંગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલ છે
. કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે તથા તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નં.૩ ઓફ ૧૮૯૭ અ-વયે જાહેરનામું બહાર પાડવાનુ યોગ્ય જણાય છે. સબબ, એપેડેમીક ડીસીઝ એકટ નં.૩ ઓફ ૧૮૯૭ અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ-૨ પ્રમાણે મળેલ અવિકારની રૂઈએ બી. કે. પંડયા આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર જિલ્લા, જામનગર આથી નીચે પરિશિષ્ટ-૧ માં જણાવેલ વિસ્તારને કોલેશ રોગ ગ્રસ્ત તથા પરિશિષ્ટ-૨ માં જણાવેલ વિસ્તારને કોલેરા ભયગ્રરસ્ત વિસ્તાર તરીકે જાહેર કરૂ છુ.
१. જામનગરના બેડીબંદર આરોગ્ય કેન્દ્રનાં ધરારનગર-૨ નો વિસ્તાર २. જામનગરના ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ નો વિસ્તાર 3. જામનગરના વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડનો વિસ્તાર
જામનગરના બેડીબંદર આરોગ્ય કેન્દ્રનાં ધરારનગર-૨ ના આસપાસનો ૨ કિ.મી.નો વિસ્તાર २. જામનગરના ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના ખોજાવાડ લાલખાણ ના આસપાસનો ૨ કિ.મી.નો વિસ્તાર 3. જામનગરના વામ્બે આરોગ્ય કેન્દ્રના રવિપાર્ક, બેડીબંદર રીંગ રોડના આસપાસનો ૨ કિ.મી.નો વિસ્તાર એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ ની કલમ - ૩ હેઠળ પરિશિષ્ટ હેઠળ જાહેર કરે લ છી
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
