<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું.

    

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ ડેમનું નિરીક્ષણ કર્યું હતું. મચ્છુ – ૨ ડેમના પાંચ દરવાજા હાલ જ રિપેર કરવામાં આવ્યા છે ત્યારે મંત્રીએ આ દરવાજાઓનું નિરીક્ષણ કર્યું હતું.

     ઉપરાંત મચ્છુ – ૨ ડેમ આધારિત મોરબી જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓની પણ મંત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ મુલાકાત વેળાએ મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -૩ ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા અને મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી સહિત મોરબી જિલ્લા સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:30 AM IST)