<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

જૂનાગઢમાં ડો.સુભાષ યુનિવર્સિટીમાં પ્રાધ્‍યાપકો માટે સાર્વત્રિક માનવીય મૂલ્‍યો પર સાપ્‍તાહિક પરિસંવાદ

યુનિવર્સિટીમાં ચાલતી અનેકવિધ પ્રવૃતિઓને ધ્‍યાને રાખી AICTE દ્વારા આ કાર્યક્રમ માટે રૂા. પાંચ લાખની ગ્રાન્‍ટ ફાળવવામાં આવી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૫: પ્રથમ સ્‍ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે તા. ૨૭ જુલાઈ થી ૩ ઓગસ્‍ટ સુધી સાર્વત્રિક માનવીય મૂલ્‍યો પર પરિસંવાદ AICTE ના સહયોગથી યોજાશે. જેમાં ભારતભરના વિવિધ દસ રાજયોમાંથી અલગ અલગ વિદ્યા શાખાના શિક્ષકો ભાગ લેવાના છે.

ડો. સુભાષ યુનિવર્સિટીને સતત બીજા વર્ષે આ પ્રકારના પરિસંવાદનું આયોજન કરવા માટે AICTE દ્વારા પસંદ કરવામાં આવેલ છે. યુનિવર્સીટી દ્વારા વર્ષ દરમ્‍યાન ચાલતી અનેકવિધ પ્રવૃતિઓને ધ્‍યાને લઈને AICTE દ્વારા યુનિવર્સીટીને આ કાર્યક્રમના ઉત્‍કૃષ્ટ આયોજન માટે રૂ. પાંચ લાખની રકમનું અનુદાન આપવામાં આવેલ છે.

સફળ બનાવવા સંસ્‍થાના પ્રો. હાર્દિક રાઠોડ સંસ્‍થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા યુનિવર્સિટીના પ્રમુખ શ્રી રાજભાઈ ચાવડા અને પ્રોવોસ્‍ટ ડો. દીપક પટેલે પ્રાધ્‍યાપકોને પરિસંવાદનો લાભ તેવા જણાવ્‍યું છે.

(10:25 AM IST)