<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

રવિવારે ભાવનગરમાં અષાઢી બીજની જગન્‍નાથજી ભગવાનની ભવ્‍ય રથયાત્રા

સંતો તથા રાજવી પરિવારના હસ્‍તે છેઠાપોરા અને પહિન્‍દ વિધિ બાદ પ્રસ્‍થાન : ૧૦૦ ટ્રક, ૨૦ ટ્રેકટર, ૧૫ છકડા, હાથી-ઘોડા, ૪ અખાડા, રાસમંડળીઓ જોડાશે

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૫ : તા.૭ને રવિવારે અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્‍વ.ભીખુભાઈ ભટ્ટ ઙ્કેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ ટ્રસ્‍ટ દ્વારા સતત ૩૯મી રથયાત્રા કાઢવામાં આવશે, રથયાત્રાનું ઙ્કસ્‍થાન ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરરાજસિંહના હસ્‍તે સોનાના ઝાડુથી ઙ્કછેડાપોરાઙ્ઘ વિધિ તથા ઙ્કપહિન્‍દઙ્ઘ વિધિ કરી ઙ્કસ્‍થાન કરાવવામાં આવશે.

મૂર્તિઓની શાષાોકત વિધિ કરી ઙ્કસ્‍થાન કરાવશે

આ વર્ષે ૩૯મી રથયાત્રા તા.૭ ને રવિવારના રોજ સવારે ૮ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાષાોકત વિધિ કરી સ્‍થાપના પૂજા-અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને મહાનુભાવોની ઉપસ્‍થિતિ તથા ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરસિંહના હસ્‍તે સોનાના ઝાડુથી ઙ્કછેડાપોરાઙ્ઘ વિધિ તથા ઙ્કપહિન્‍દઙ્ઘઙ્ઘ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને ઙ્કસ્‍થાન કરાવવામાં આવશે, તેમ રથયાત્રા સમિતિના અધ્‍યક્ષ હરૂભાઈ ગોડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

વિવિધ ફ્‌લોટ્‍સ રથયાત્રામાં જમાવશે આકર્ષણ

આ રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૨ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૨ હાથી, ૬ ઘોડા, ૪ અખાડા, જુદી-જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્‍નાસ્‍ટીક, સ્‍કેટીંગના દાવો તથા બોડીબિલ્‍ડીંગ એસોસીએશન દ્વારા ઙ્કદર્શન કરવામાં આવશે. સત્‍સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્‍ડ સિસ્‍ટમ ઉ૫૨ ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાશે તથા સામાજિક, ધાર્મિક, સંસ્‍થાઓ, ગાયત્રી પરિવાર વિગેરે તથા અન્‍ય ફલોટ આકર્ષણ બની રહેશે, તેમજ રાજહંસ નેચરલ ક્‍લબ ટ્રસ્‍ટ દ્વારા ઙ્કદૂષણની સામે વળક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજિક સંસ્‍થાઓ દ્વારા જનજાગળતિના ફલોટ્‍સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાશે.

આગેવાનો-મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ વર્ષે રથયાત્રામાં કેન્‍દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, મંત્રી ૫૨શોતમભાઈ સોલંકી, પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્‍દ્રસિંહ રાણા, મેયર ભ૨ત બા૨ડ વિગે૨ે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

સમિતિ દ્વારા માઈક્રોપ્‍લાનીંગ કરવામાં આવ્‍યું

પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે, લોકોના સહકાર અને સમિતિ દ્વારા માઈક્રોપ્‍લાનીંગ કરવામાં આવે છે જેમાં જુદા જુદા વિભાગો જેવા કે ઙ્કચાર-ઙ્ઘસાર વિભાગ, રથ માટેની મીકેનીકલ ટીમ, ટ્રાન્‍સપોર્ટની ટીમ, ઙ્કસાદ વ્‍યવસ્‍થા ટીમ, સ્‍પર્ધાના નિર્ણાયકોની ટીમ, વહીવટીતંત્ર અને પોલિસ સાથે પત્ર વ્‍યવહાર, કોમ્‍યૂનીકેશન ટીમ, માળીકામ, માઈક અને લાઈટની ટીમ, ઓફિસ ટીમ, ફેબ્રીકેશન ટીમ તથા ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો શ્રદ્ધાપૂર્વ કામગીરી કરે છે. પત્રકાર પરિષદમાં હરૂભાઈ ગોંડલીયા, મનસુખભાઈ પંજવાણી, કરસનભાઈ વસાણી, પંકજભાઈ ગજ્જર ,અનિરુદ્ધસિંહ ગોહિલ, વિશાલભાઈ ત્રિવેદી ,કૌશિકભાઇ ચાંદલીયા, હરેશભાઈ ચાવડા, રાજુભાઈ બામ્‍બા ,ભાર્ગવભાઈ આહીર ,ક્રાંતિબેન ભટ્ટ, ભાવેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ભટ્ટ અને હરપાલસિંહ રાણા ઉપસ્‍થિત રહ્યા હતા.

ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા શહેરના ૧૭ કિમી વિસ્‍તારોમાં ફરશે. રથયાત્રાની આયોજકો દ્વારા અને તંત્ર દ્વારા બંદોબસ્‍તની પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રાનું  ક્કંયદ્દયણુફૂ ચેનલ ઉપર લાઈવ ઙ્કસારણ થશે. રથયાત્રામાં ભગવાનના ઙ્કસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટણ ચણા ની ઙ્કસાદી નું વિતરણ કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વે ચુસ્‍ત બંદોબસ્‍તઃ સંવેદનશીલ વિસ્‍તારો લશ્‍કરી છાવણીમાં ફેરવાયા : ભાવનગર : અમદાવાદ પછી રાજયના બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં રવિવારે નીકળશે. રથયાત્રાના બંદોબસ્‍ત માટે રેપિટ એક્‍શન ફોર્સ સહિતની લશ્‍કરી ટુકડીઓ એ ભાવનગરમાં આવી રથયાત્રાના બંદોબસ્‍તમાં જોડાય છે. શહેરના સંવેદનશીલ વિસ્‍તારો લશ્‍કરી છાવણીમાં ફેરવાયા છે.રથયાત્રા પ્રસ્‍થાન સ્‍થાન ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભાવનગર રેન્‍જ આઈજી, જિલ્લા પોલીસ વડા, તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓના મસમોટા કાફલાએ રથયાત્રા રૂટનું ફલેગ માર્ચ કર્યું હતું. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:00 AM IST)