<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ધ્રોલમા અષાઢી બીજના 15મા મહોત્સવ નિમિત્તે મચ્છો માતાજીના મંદિરથી વાજતે-ગાજતે શોભાયાત્રા

સંતો મહંતોની ઉપસ્થિતિમા રવિવારે મહાપ્રસાદનું આયોજન : જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૫ :ધ્રોલ ખાતે અષાઢી બીજના  15મા મહોત્સવ નિમિત્તે મચ્છો માતાજીના મંદિરથી ગાંધીચોક ભરવાડ શેરી સુધી વાજતે -ગાજતે શોભાયાત્રા  સાથે આયોજન કરવામાં આવ્યું છે.

         આ મહોત્સવમાં સંતો મહંતોની ઉપસ્થિતમા શોભાયાત્રા તથા મહાપ્રસાદનુ આયોજન કરાયું છે.

          અષાઢી બીજના પાવન પર્વની પરંપરાગત ઉજવણી જગનાથપુરી અમદાવાદ સહિત સ્થળો પર ભવ્ય રીતે કરવામાં આવે છે તેવી જ રીતે આ પર્વની ધ્રોલ ખાતે ભરવાડ સમાજના પંચની મચ્છો માતાજીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

             જે અંતર્ગત આગામી તારીખ 7 જુલાઈને રવિવારના રોજ 15 મો અષાઢી બીજ મહોત્સવ દરમ્યાન  અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

           અષાઢી બીજના દિવસે સવારે 7:30 કલાકે માતાજીનો અભિષેક 9:30 કલાકે ભવ્ય શોભા યાત્રા યજ્ઞ ગણપતિ પૂજન તેમજ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે 

(11:41 AM IST)