News of Friday, 5th July 2024
મધ્ય પ્રદેશની તસ્કર ગેંગનો મુખ્ય સુત્રધાર સહિત ત્રણ ઝબ્બે
રાજકોટના-૩, જામનગર વિસ્તારના ૮ તથા કચ્છના ૬ સહિત ર૮ ગુન્હાનો ભેદ ઉકેલાયો : એલસીબી ટીમને સફળતાઃ એસપી દ્વારા રૂ. પ હજારનું ઇનામઃ અત્યાર સુધીમાં અડધા કરોડનો મુદામાલ ચોર્યો છે

(તસ્વીરઃ કિંજલ કરસરીયા-જામનગર)
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., પઃ જામનગર સહીત અન્ય જીલ્લાઓ અને આંતર રાજયમાં તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લેતા ર૮ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
મધ્યપ્રદેશની આ ટોળકીએ અત્યાર સુધીમાં એરફોર્સ અને સેફ જગ્યાઓને ટાર્ગેટ કરી છે. જેની પાસેથી એક નવી અર્તિગા કાર અને એક લાખ છ હજારની રકમ સાથે ત્રણ શખ્સોને જામનગર એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડી છે. જેને માટે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પ૦૦૦નું ઇનામ પણ જાહેર કરાયું છે.
આ ગેંગ ઝડપાતા રાજકોટના પ્ર.નગર તથા ગાંધીગ્રામ પો.સ્ટે. ના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. આ ત્રણેય શખ્સો પાસેથી અર્ટીંગા કાર ઉપરાંત ૧ લાખ ૬ હજારની રોકડ અને બે મોબાઇલ ફોન કબ્જે લેવાયા છે.
આ ઉપરાંત જામનગર વિસ્તારના ૮ તથા કચ્છના ૬ ગુન્હાનો ભેદ ઉકેલાયો છે.
હકિકત મળેલ કે જામ. સીટી સી ડીવી. પો.સ્ટે. ગુ. ર.નં. ૦૪૩૪/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦, ૧૧૪ ગુનાના ત્રણ ફરારી આરોપીઓ (૧) રાજુ સુમાલસિંગ પંચાલ (ર) દિપક સુમાલસિંગ પંચાલ (૩) પ્રભુભાઇ જવરસિંગ બધેલ રહે. ત્રણેય ઘોટીયાદેવ તા.કુક્ષી જી-ધાર (મધ્યપ્રદેશ) વાળા લુંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. મજકુર ત્રણેય કાળા કલરની નંબર વગરની અર્ટીંગા કાર લઇ જામનગર શહેરમાં બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ આગળ કોઇ ગુનાને અંજામ આપવા એકઠા થયેલ તેવી હકિકત મળતા ત્રણે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જયારે (૧) સંજય ભંવરસિંગ પંચાલ રહે. ઘોટીયા દેવગામ તા. કુકશી થાના બાગ જી.ધાર એમ.પી. (ર) અનીલ ગુમાનભાઇ મકવાણા રહે. જાહીગામ તા.કુકસી (૩) રામસીંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસીંગ અજનારી રહે. રાતમળીયા તા.જોબટ, જી.અલીરાજપુર (જેલમાં) (૪) સુખરામ રહે. જાહીગામ તા. કુકસીજી (પ) દિનેશભાઇ અલાવા રહે. કાકડવા ગામ તા. કુકશી (૬) જીતેન્દ્ર રહે. રતલામ (એમપી) (૭) સંતોષ રહે. જાહીગામ તા. કુકશી (૮) રાહુલ સજ્જનભાઇ બધેલ રહે. કદવાલ તા. કુકશી (૯) વિશાલ મંડોલઇ રહે. કાકડવા તા.કુકશી (૧૦) પ્રદીપ (રાહુલનો મિત્ર) રહે. એમ.પી. (૧૧) રાજુ ઉર્ફે કેકડે મંડુભાઇ બધેલ રહે. બડીકદવાલ તા. જોબટ (જેલમાં) (૧ર) લાલુ ઉર્ફે લાલસીંગ ઇન્દ્રસિંગ મંડલોઇ રહે. જાઇ જી.ધાર (જેલમાં) જેઓને પણ હવે ઝડપી લેવામાં આવનાર છે.
આ ગેંગનો મુખ્ય સુત્રધાર રાજુભાઇ ઉર્ફે ગુડીયા સુમલભાઇ પંચાલ એ ૧પ થી વધુ સાગ્રીતોની ગેંગ બનાવી લુંટ, ધાડ, અપહરણ, ઘરફોડ ચોરી, વાહન ચોરીઓ જેવા ગુનાઓ ગુજરાત, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજયના અલગ અલગ જીલ્લામાં રાત્રી દરમ્યાન બંધ મકાનના તાળા ડીસમીસ, ગણેશીયા, હથોડી, પકડ, પાના જેવા હથીયારોથી તોડી લુંટ-ચોરીઓને અંજામ આપેલ, મજકુર ઇસમોએ ઇસમોએ સોના-ચાંદીના દાગીના આશરે ૪૦ લાખ રૂપીયા તથા રોકડા રૂપીયા આશરે ૭ લાખ રૂપીયા તથા મો.સા. તેમજ લેપટોપ મળી આશરે ૩ લાખ રૂપીયાની લુંટ તથા ચોરીઓના ગુનાઓ આચરેલ. જેમાં કુલ મુદામાલ કિંમત રૂપીયા પ૦ લાખથી વધુનો કરેલાનું ખુલવા પામેલ છે.
આ કાર્યવાહીમાં પો.ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, હિરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાર, મયુદીનભાઇ સૈયદ, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઇ તલવાડીયા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
