તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 5th July 2024
વાંકાનેરના ઢુવા ચોકડીએ ટ્રક નીચે કુદી પડી અજાણ્યા યુવાનનો આપઘાત
મોરબીના વાઘપર પાસે કારખાનાના મશીનમાં આવી જતા શ્રમીકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. પ :.. મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક જીજે - ૧૨ - એઝેડ - ૩૪૯૯ નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવા લાગતા અંદાજે ૩૦થી ૩૫ વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળ રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવાનના વાલી વારસોને શોધવા તપાસ શરૂ કરી છે.
મળતકના હાથ ઉપર અંગ્રેજીમાં નેનું અને હિન્દીમાં નેનુસિંગ તેમજ બાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય આ યુવકના વાલી વારસોએ વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.
તેમજ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ એલએલપી નામના કારખાનામાં રહેતા અને કામ કરતા લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉ.૩૧ નામના યુવાનનું મશીનમાં આવી જતા કમકમાટીભર્યું મળત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
