<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ઘેડ વિસ્‍તારમાં જમીનનું ધોવાણઃ પાકની નુકશાનીમાં સહાય આપોઃ ખેડુતની વેદના ખેડુત જ સમજે

ઘેડ વિસ્‍તારના તમામ ખેડુતોએ જુનાગઢ કલેકટર કચેરીએ કલેકટરશ્રીને આવેદન આપેલ છે. અને જણાવ્‍યું છે કે, ઓઝત નદીના રૂટમાં ૩૫ જેટલા ગામ આવે છે. નાના ખેડુતો હેરાન થાય છે. તેની કાયમી નિરાકરણ આવે અને જે જમીન ધોવાણ અને પાક નુકસાની થઇ તેની તાત્‍કાલીક ધોરણે સહાય આપવામાં આવે, ખેડુતોની વેદના ખેડુત જ સમજે છે.. જય કિસાન.. (ખેડુત નેતા પાલાભાઇ આંબલીયા, ભરત બારિયાજી.જુનાગઢ, તા.કેશોદ, ગામ ખમીદાણા ઘેડ, જય કિસાન)

(12:08 PM IST)