News of Friday, 5th July 2024
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવોઃ વિનોદભાઇ વાલાણી
નરેન્દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહ અને જેપી નડાને પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખે પત્ર પાઠવ્યો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૫ :. જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ અને વિંછીયા તાલુકાના કોળી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ માંગ કરી છે.
વિનોદભાઈ વાલાણીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, અમિતભાઈ શાહ અને જે.પી.નડ્ડાને પત્ર લખી પત્રમાં જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે.
સતત અઢાર કલાક કામ કરનારા અને જાગળત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓ.બી.સી. નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી.ડી.(કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓ.બી.સી. નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
