News of Friday, 5th July 2024
જુનાગઢમાં ત્રણ વાહનો ચોરી લેનાર રાજકોટના શખ્સ સાથે બે ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.પઃ ડોક્ટર હાઉસ પાછળ રેલ્વેના પાટા સામે બે ઇસમો એક મોટર સાયકલ સાથે હોય જેમાં એક બર્ગમેન મો.સા. કાળા કલરનું છે અને જે ઉપરોક્ત મોટર સાયકલ બંને ઈસમોએ ચોરી અગર તો છળ કપટથી મેળવેલ છે. જેમાં એક ઇસમએ શરીરે કાળા કલરનો ડીઝાઈન વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ બીજા ઇસમએ શરીરે આસમાની કલરનો શર્ટ તથા બ્લુ કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. તેવી હકિક્ત મળતા મોબાઈલ ફોનમાં વિડીયો રેકોડીંગ ચાલુ કરી રેલ્વે પાટા નજીક આવતા રેલ્વે પાટા સામે રોડની સામેની સાઈડે બે ઈરામો ઉપરોક્ત વર્ણન વાળા મોટર સાયકલ સાથે જોવામાં આવતા બંને ઇસમોને પકડી પાડી જવાબો આપતા હોય. જેથી ઠવાલાનું મોટર સાયકલ કાળા કલરનું ચુઝુકી કંપનીનું બર્ગમેનની કિ.રૂા. ૧૫,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ. તેમજ મજકુર બંને ઈરામોની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આરોપી નં.૧ તથા ૨ નાએ ૧૫ દિવસ પહેલા મુબારકબાગ રોડ ઉપરથી એક મો.સા. તથા ૨૦ દિવસ પહેલા રેલ્વે ફાટક નાજીક એક કોમ્પલેક્ષ નજીક એક એકટીવા મો.સા.ની ચોરી કરેલ જે બંને મો.સા. એસ.ટી. બસ સ્ટેશનના પાર્કીંગમાં રાખેલ હોવાની હકિકત જણાવતા બન્ને ઇસમોને સાથે રાખી બસ સ્ટેશનના બીજા ગેઈટ ઉતર બાજુની દિવાલ પાસે બે મો.સા. પડેલ જોવામાં આવતા બન્ને મોટર સાયકલ કબ્જે કરી બંને ઇસમોને જુનાગઢ બી ડીવીઝન પો. સ્ટે. ને સોંપવામાં આવેલ.
અટક કરેલ આરોપીઓ (૧) મનોજ સ/ઓ રસીકભાઈ શામજીભાઈ સોલંકી, વાલ્મીકી ઉવ.૨૫ ધધો. સફાઈકામ રહે મુળ જાંબુર ગામ તા.તાલાલા (૨) રામજી સ/ઓ ભુપતભાઈ શામજીભાઈ ઉતેરીયા, કોળી ઉવ.૨૭ ધંધો. સફાઈકામ ૨હે. મુળ રાજકોટ મોરબી રોડ, વેલનાથ પરા શેરી નં.૭ હાલ બ્નને જુનાગઢ ભગનાથ શેરનાથ બાપુની જગ્યામાં પાસેથી કાળા કલરનું સુઝુકી કંપનીનું બર્ગમેનની કિં.રૂ. ૯૪,૦૦૦/-, હોન્ડા કંપનીનું ગ્રે કલરનું એકટીવા કિ.રૂ.૯૦,૦૦૦/-, હોન્ડા કંપનીનું બ્રાઉ કલરનું ડ્રીમ યુગા કિ.રૂ.૪૫,૦૦૦/- કુલ કિ.રૂા.૧,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ.જી. ડી.કે.ઝાલા તથા નેત્રમ શાખાન પો.સ.ઈ. પી.એચ.મશરૂ તથા કાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. ચેતસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. દિવ્યેશકુમાર ડાભી તથા નેત્રમ શાખાના પો.ટાફના માણસો એ રીતેના પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
