<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

વિસાવદર નજીક બસ-મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માતઃ એક મૃત્‍યુઃ એક ઈજાગ્રસ્‍ત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫: આ લખાઈ રહ્યુ છે ત્‍યારે બપોરે ૧૧ કલાક આસપાસ વિસાવદર નજીક સતાધાર રોડ પર બસ અને મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા એક વ્‍યકિતનુ મૃત્‍યુ અને એક વ્‍યકિત ઈજાગ્રસ્‍ત થયાના પ્રાથમિક અહેવાલ મળે છે. ગણપતિ ઉત્‍સવ સમિતિના પ્રમુખ સુરેશ સાદરાણી ટીમ સાથે શબ વાહિની લઈ સ્‍થળ પર દોડી ગયેલ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(1:27 PM IST)