<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

પોરબંદરને હરિયાળુ બનાવવાના પ્રોજેકટનો આવતીકાલથી પ્રારંભ : ૧૦ હજાર વૃક્ષ ઉછેરનો સંકલ્‍પ

મુળુભાઇ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને ‘‘મિશન ટેન થાઉઝન પ્‍લસ ટ્રી- સમારોહ : રેડક્રોસ પાયોનીયર તથા હેલ્‍થ એજયુકેશન ટ્રસ્‍ટનું મહત્‍વાકાંક્ષી આયોજન : કુંવરજીભાઇ બાવળિયા, અર્જુનભાઇ મોઢવાડિયા, બાબુભાઇ બોખીરીયા ઉપસ્‍થિત રહેશે''

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પઃ  પોરબંદરને હરિયાળુ બનાવવાના પ્રોજેકટનો આવતીકાલ અષાઢીબીજથી પ્રારંભ થશે. વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના અધ્‍યક્ષસ્‍થાને મિશન ટેન થાઉન્‍ઉન્‍ડ પ્‍લસ  ટ્રી પ્રોજેકટ સમારોહ આવતીકાલે સાંજે પ વાગ્‍યે છાંયા સ્‍વામિનારાયણ નર્સિંગ કોલેજના ઓડીટોરિયમ ખાતે યોજાશે. પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્‍થિત રહેશે. પ્રોજેકટને સફળ બનાવવા પ્રારંભ ૧૦ હજાર વૃક્ષનો ઉછેર કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.

ગાંધીસુદામાની નગરી પોરબંદર શહેરને લીલુછમ્‍મ બનાવવાના ભાગરૂપેૅમિશન ટેન થાઉઝન્‍ડ પ્‍લસ ટ્રીૅનો સંકલ્‍પ પોરબંદર વાસીઓએ કર્યો છે. આ સંકલ્‍પને સાકાર કરવાની આવતીકાલે શનિવારના રોજ સાંજે ૫વાગ્‍યે છાયા ની શ્રી સ્‍વામિનારાયણ ર્નસિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો સહિત પર્યાવરણપ્રેમીઓના હસ્‍તે આ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં રાજ્‍ય સરકારના વન મંત્રી  મુળુભાઈ બેરા ના અધ્‍યક્ષ સ્‍થાને દ્વારા ૅમિશન ટેન થાઉઝન્‍ડ પ્‍લસ ટ્રીૅ ના સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના સિંચાઈ તથા પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં પોરબંદરના યુવા વૈષ્‍ણવાચાર્ય પૂ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજ શ્રી અને છાયા સ્‍વામિનારાયણ ગુરુકુળના શાષાી સ્‍વામી પૂજ્‍ય ભાનુપ્રકાશદાસજી આશીર્વાદ પાઠવશે.

અતિથિવિશેષ શ્રીઓ તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા (ધારાસભ્‍ય) શ્રી બાબુભાઈ બોખીરીયા (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી) ડોક્‍ટર ચેતનાબેન તિવારી (પ્રમુખ  નગરપાલિકા) શ્રી રમેશભાઈ પટેલ(પ્રમુખશ્રી પોરબંદર જિલ્લા ભાજપ) પરબતભાઈ પરમાર (પ્રમુખશ્રી  જિલ્લા પંચાયત) શ્રી લીરીબેન ખૂટી (પ્રમુખશ્રી તાલુકા પંચાયત) સહિત અનેક અગ્રણીઓ હાજરી આપશે.

આ પ્રોજેક્‍ટ ના સ્‍વપ્નદૃષ્ટાઓ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા (ચેરમેન શ્રી,હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ) પ્રવીણભાઈ ખોરાવા (પ્રમુખશ્રી પાયોનીયર ક્‍લબ ઓફ પોરબંદર) અને ધર્મેશભાઈ પરમાર  (કોઓર્ડીનેટર) તેમજ ગ્રીન પોરબંદર સંકલન સમિતિના ડોક્‍ટર આશિષ શેઠ,ડોક્‍ટર દર્શક પટેલ,નીરજ મોનાણી, અનિલભાઈ કારીયા, ભરતભાઈ રૂધાણી, ધવલ જોશી,આનંદ દત્તાણી, પિયુષ મજીઠીયા વગેરે એ શહેરીજનોને પર્યાવરણ પ્રેમીઓને મિશન ટેન થાઉઝન્‍ડ પ્‍લસ ટ્રી આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ એક યાદીમાં પાઠવ્‍યું છે.

(1:46 PM IST)