News of Friday, 5th July 2024
મોરબીના મહેન્દ્રપરામાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી રસ્તા પર ઉભરાતા વેપારીઓને હાલાકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૫: મહેન્દ્રપરામાં મેઈન રોડ પર ગટર ઉભરાતી હોવાથી આસપાસના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટર ઉભરાવાનો કારણે આ વિસ્તારમાં આસપાસ ગંદકી ફેલાઈ છે. જેથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન કાયમીનો છે. ગટર ઉભરાવાનો કારણે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વરે છે. આ પાણીમાંથી એટલી દુર્ગંધ આવતી હોય છે કે લોકોનું રસ્તા પરથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે. જો આ સમસ્યાનો હલ ન કરવામાં આવે તો ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે ત્યારે આ દરમ્યાન લોકોમાં બીમારી ફેલાઈ તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
