<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

પાંચ દશકા પછી ફરી ટંકારામાં પાલિકા અસ્‍તિત્‍વમાં: પ્રથમ ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયા

માળિયામિંયાણાના મ્‍યુનિસિપલ ઈજનેર અને ગોંડલના ડે. એકાઉન્‍ટન્‍ટને પણ ટંકારાનો વધારાનો ચાર્જ

(જયેશ ભટાસણા-ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૫: ટંકારા નગરપાલિકા અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્‍યા છે. આ સાથે હવે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્‍યો છે. તેઓ આવતીકાલે આ ચાર્જ સંભાળવાના છે.

આ ઉપરાંત માળિયા મ્‍યુનિસિપલ ઈજનેર વિવેક ગઢીયાની ટંકારા નગરપાલિકાના મ્‍યુનિસિપલ ઈજનેર તેમજ ગોંડલ નગરપાલિકાના મ્‍યુનિસિપલ ડે. એકાઉન્‍ટન્‍ટ સોનલબેન કાચાને ટંકારા મ્‍યુનિસિપલ ડે. એકાઉન્‍ટન્‍ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્‍યો છે. આ નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્‍યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે.

પાંચ દશકા પછી ફરી એક વાર ઋષિ નગરી ટંકારા નગરપાલિકા કાર્યરત થઈ છે આઝાદી બાદ ટંકારા શહેર સુધરાઈ હતી ૧૯૬૦ પછી ટંકારા ગામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્‍યો હતો, વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આર્ય સમાજના સ્‍થાપક દયાનંદ સરસ્‍વતીના દ્વિ સતાબદી મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ટંકારા નગરપાલિકાની જાહેરાત કરી હતીᅠ

તો જબલપુર ગામથી અલગ થયેલ આર્ય નગર ગામ પંચાયત ચુંટણી યોજાઈ એ પુર્વે નગરપાલિકામાં સમાવિષ્ઠ થઈ જતાં અહી સરપંચની ચૂંટણીજ યોજાઈ ન હતી અને હવે નગરપાલિકામાં મતદાન કરશે જોકે કલ્‍યાણપર ગામના નગરજનો એ નગરપાલિકામા ભરવા માટે નનૈયો ભણતા એમનો નિર્ણય અધ્‍ધરતાલ! હાલે તો જીલ્લા પંચાયત મોરબીના પત્રવહેવાર નું પાલન કરવા સુચના આપી હોવાનું જાણવા મળ્‍યું છે ટંકારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માથી બાદબાકી થઈ જશે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં ભાગદારીની જગ્‍યાએ રાજય સરકાર હેઠળ સિધ્‍ધિ નગરપાલિકા દ્વારા વિકાસ કામો ધપાવવા આવશે. ઓકટ્રોઈની ગ્રાન્‍ટ ભુતકાળ બનશે અનેક સુવિધાઓ શરૂ થઈ જશે તલાટી કમ મંત્રી ની જગ્‍યાએ સિટી તલાટીની નિમણૂંક થશે. સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા વહીવટી કામગીરીની જગ્‍યાએ ચિફ ઓફિસરની સહિથી આર્થિક વિકાસ લક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે. નવી વોડ રચના કરવામાં આવશે જેમા એક વોર્ડમાથી ચાર સભ્‍યો ઉભા રહશે ૫૦% મહિલા અનામત અમલવારી હેઠળ બે મહિલા સદસ્‍ય ઉભા રહશે. ગામ પંચાયત હસ્‍તકની મિલકતો જગ્‍યા મકાન દુકાન સહિતના વિસ્‍તારોમાં સિધી જવાબદારી ચિફ ઓફિસર ની રહશે. હુકમની અમલવારી બાદ એક્‍ટિવિટી હેઠળના તમામ દાખલા મામલતદાર ની સહીથી સ્‍થળ ઉપર નિકળી જશે તાલુકા પંચાયતના ભુતકાળ બનશે.

 ટંકારા નો ભુતકાળમા ડોકીયુ કરી તો ટંકારા શહેર સુધરાઈ પ્રમુખ તરીકે ખિમદાસ કુબાવત અને વિકુભાઈ વાણીયા બાદ પહેલા સરપંચ વાધજીભાઈ રૂગનાથભાઈ બોડા જે બાદમાં સહકારી ક્ષેત્રના દિગ્‍ગજ નેતા બન્‍યા હતા છેલ્લા સરપંચ તરીકે ગોરધનભાઈ માસ્‍તર ખોખાણી રહા ઉપરાંત દામજીભાઈ મુળજી પટેલ, બચુભાઈ ટપુભાઈ પટેલ, ઈશાબાપા છાપરીવાળા, દિલિપભાઈ ગાંધી, જુમાબાપા લાંબા નાગરિક સમિતી, હિંદાભાઈ ભરવાડ, ગોકળભાઈ ખોખાણી, જેઠાભાઈ ધેટીયા, ઈભુભાઈ અબ્રાણી ધર્મેન્‍દ્રભાઈ ત્રિવેદી, નિશાબેન ત્રિવેદી અને હાલે ગોરધનભાઈ ખોખાણી સરપંચ હોદા પર આરૂઢ રહ્યા હતા.

(1:53 PM IST)