News of Saturday, 6th July 2024
ભાવનગર જિલ્લામાં અડધાથી અઢી ઇંચ વરસાદ : ચાર દિવસના વિરામ બાદ પુનઃ મેઘરાજાની પધરામણી
વલભીપુરમાં અઢી ઇંચ ઉમરાળામાં બે ઇંચ ભાવનગર શહેર, તળાજા અને પાલીતાણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો

ગોહિલવાડ પંથકમાં ચાર દિવસના વિરામ બાદ આજે બપોર બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ હતી. વલભીપુરમાં અઢી ઇંચ ઉમરાળામાં બે ઇંચ ભાવનગર શહેર, તળાજા અને પાલીતાણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો છે.
ચાર દિવસના વિરામ બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોર પછી વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં સાંજે અડધા કલાક માં જ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
આજે સાંજના 6 સુધીમાં વલ્લભીપુરમાં - 63 મિમી, ઉમરાળામાં -53 મિ.મી, ભાવનગરમાં - 23 મિ.મી., ઘોઘામાં - 14 મિ.મી., સિહોરમાં - 17 મિ.મી., ગારીયાધારમાં - 6 મિમી, પાલીતાણામાં - 22 મિમી, તળાજામાં - 25 મિમી, મહુવામાં - 10 મિ.મી .તથા જેસરમાં - 6 મિ.મી .વરસાદ નોંધાયો છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
