તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માસિક શિવરાત્રીની ઉજવણી

વેરાવળઃ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જયોત પૂજન કરવામાં આવ્યું હતું. જયોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સહિત મહાનુભાવો તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. આ પાવન પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંદિરના પુજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો સાથે મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. પૂજનના અંતે સચિવશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મહાપુજા માટે પૂજા સામગ્રી અર્પણ કરાઇ હતી. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
