તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
કાલે ભાવનગરમાં લોખંડી બંદોબસ્ત સાથે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા
૨૫૦૦ પોલીસ જવાનો, ૧૫૦૦ હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે : ૩ ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા, સોશ્યલ મિડીયા મારફત મોનીટરીંગ કરાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બંદોબસ્ત અંગે જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રેન્જ આઇ.જી. ગૌતમ પરમારની આગેવાની અને માર્ગદર્શન હેઠળ એ.એસ.પી અને ડી.વાય.એસ.પી. કક્ષાના ૧૨ પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ૪૧ પી.આઈ. ૧૧૨ પી.એસ.આઇ. અને ૧૮૫૦ પોલીસ કર્મચારીઓ ઉપરાંત મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ, ગેસમેન, કમાન્ડો, ઘોડેસવાર પોલીસ, એસ.આર.પી. જવાનો, હોમગાર્ડ જવાનો, મહિલા હોમગાર્ડ સહિતના જવાનોને બંદોબસ્તની સોંપણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ડ્રોન કેમેરાની ૦૩ ટીમ, ૧૨ એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, દૂરબીન ટીમ, વિડીયોગ્રાફી ટીમ, ધાબા પોઇન્ટ, વોચ ટાવર તેમજ બાઈક પર પેટ્રોલિંગ તેમજ વિડીયોગ્રાફી ટીમને તૈનાત કરવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સર્વેન્સના સંસાધનો દ્વારા સતત રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરીને સામાજિક પ્રવળત્તિઓ કરતા ઈસમો વિરૂદ્ધ અટકાયતી પગલા, વાહન ચેકિંગ, કોમ્બિંગ તેમજ બંદોબસ્તનું રિહર્સલ અને બ્રિફિંગ કરવામાં આવ્યું છે.
૨૫૦૦ થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમજ ૧૫૦૦ થી વધુ હોમગર્ડ્ઝ જવાનોને ફરજ સોંપવામાં આવી છે જેમાં ૧૨ એ.એસ.પી./ડી.વાય.એસ.પી.,૪૧ પી.આઈ.,૧૧૨પી.એસ.આઈ.,૧૮૫૦ પોલીસ જવાનો,૨૫ મહિલા પોલીસ,૪૦ ટ્રાફિક પોલીસ,૨૩ ગેસમેન,૧૦ કમાન્ડો,૩૨ ઘોડેસવાર પોલીસ, ૪૪૫ એસ.આર.પી. જવાનો,૧૪૬૬ હોમગર્ડ્ઝ, ૫૦ મહિલા હોમગર્ડ્ઝ, ૦૩ ડ્રોન કેમેરા, ૨૭૭ ટીયરગેસ જવાનો, વોકિટોકી સાથેના ૮૮ જવાનો,૧૨ એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ,૦૪ એમ્બ્યુલન્સ, ૦૪ ફાયરફાઈટર, દૂરબીન સાથેના ૮૫ જવાનો, ૧૮ જવાનો બાઈક પેટ્રોલિંગ, ૧૨ વોચ ટાવર, ૧૦૭ ફિક્સ ડીપ પોઇન્ટ,૨૮ મસ્જિદ પોઇન્ટ, ૨૪ વિડીયોગ્રાફર અને ૪૧ સ્થળે બેરીકેડ મુકવામાં આવી છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
