તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
આટકોટમાં સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી લોયણ માતાજીના મંદિરે કાલે અષાઢી બીજ મહોત્સવ
યજ્ઞ, શોભાયાત્રા, સંતવાણી, રકતદાન કેમ્પ સહિતનું આયોજન : સંતો-મહંતો આશિર્વાદ પાઠવશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૬ : ભાદર નદીના કાંઠે આવેલ સમસ્ત-લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી મહાસતી લોયણ માતાના આટકોટ ખાતે આવેલા મંદિરે પ્રતિ વર્ષની જેમ આવતીકાલે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
શ્રી મહાસતી લોયણ માતાનું પ્રાગટય આટકોટ ખાતે થયેલું વિશ્વના એકમાત્ર આટકોટ ખાતે આવેલ મહાસતી અને સમસ્ત લુહાર-સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી લોયણ માતાના મંદિરે શ્રી મહાશતી લોયણ દેવ સમસ્ત લુહાર-સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ આટકોટ દ્વારા દર વર્ષે અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં વિશ્વભરમાં વસતા લુહાર-સુથાર જ્ઞાતિજનો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે.
આવતીકાલે સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે જેમાં સવારે ૬.૧૫ વાગ્યે યજ્ઞનો હેમાદ્રીથી પ્રારંભ થશે ૬.૩૦ કલાકે ગ્રહશાંતિ, ૭ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે બપોરે ૧૨.૩૦ વાગ્યે બીડું હોમાસે ત્યારબાદ બપોરે ૨ વાગે ભવ્ય શોભા યાત્રા નીકળશે સાંજે ચાર વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે તેમજ રાત્રે ભવ્ય સંતવાણી નું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં શૈલેષ પીઠવા, પ્રવીણ કવૈયા, આશાબેન, ભરતભાઈ મકવાણા,ભુપતભાઈ ડોડીયા, રમેશભાઈ ચુડાસમા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે.
આ ઉપરાંત મહંત શ્રી વિભૂષી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ હરિહરાનંદ ભારતીબાપુ, મહાદેવ ભારતીબાપુ તેમજ નર્મદેશ્વર આશ્રમ ટીકરના શ્રી શીલાદેવી આશીર્વાદ આપશે.
આ ધાર્મિક ઉત્સવનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ અને જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ જે.પી.રાઠોડ, ઉપપ્રમુખ રમેશભાઈ ડોડીયા, ખજાનચી ચંદુભાઈ વાઘેલા, ટ્રસ્ટી રામજીભાઈ પરમાર વિનુભાઈ ડોડીયા,દામજીભાઈ ગોહેલ,ભરતભાઈ મકવાણા,અરવિંદભાઈ ચૌહાણ,મહેશભાઈ ડોડીયા તેમજ આટકોટના સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિના આગેવાનોએ યાદીમાં જણાવ્યું છે.
દિવસ દરમિયાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટ દ્વારા બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
