તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
કચ્છમાં પરિપત્ર વિરૂધ્ધ ત્રણ શિક્ષકોની જિલ્લા ફેરબદલીના આક્ષેપથી ખળભળાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬: રાજ્ય સરકાર સામે વહીવટીતંત્ર ઉપર પક્કડ બાબતે સૌથી વધુ ચર્ચા છે. તે સાથે જ અમુક અધિકારીઓ પણ સરકારના નિયમોની પરવા કર્યા વગર મનધાર્યો વહીવટ કરતા હોવાની ચર્ચા પણ છે. તે વચ્ચે નખત્રાણા તા.ના ખોભંડી ગામના અરજદાર પ્રેમજીભાઈ દાફડાએ શિક્ષણ વિભાગના પરિપત્ર વિરૂદ્ધ ત્રણ શિક્ષકોની જિલ્લા ફેર બદલી કરાઈ હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગણી કરી છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ ખાતાકીય તપાસ ચાલતી હોય, પોલીસ ફોજદારી ફરિયાદની અદાલતી કાર્યવાહી ચાલતી હોય કે સરકારી લેણું બાકી હોય એવા કિસ્સામાં શિક્ષકોની જિલ્લા ફેર બદલી કરી શકાતી નથી. પરંતુ નખત્રાણા તા.ના આણંદપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક, વિથોણ ગામની કન્યા શાળાના શિક્ષક તેમ જ નખત્રાણા ના બીઆરસી આ ત્રણ શિક્ષકો સામે ફોજદારી ફરિયાદો છે. પરિપત્ર મુજબ આ શિક્ષકો બદલી પાત્ર નથી છતાંયે એમની જિલ્લા ફેર બદલી કરાઈ હોઈ તપાસ કરવા માંગ કરાઇ છે. દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા રજૂઆત સંદર્ભે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરાઇ છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
