<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ગુજરાત રાજ્‍યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા મોરબીમાં ધારાસભ્‍યને રજુઆત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૬: સીલીકોસીસ પીડીત સંઘના પ્રતીનીધી મંડળે મોરબી ધારાસભ્‍ય કાંતીભાઈ અમળતિયાના કાર્યાલયની મુલાકાત લીધી. અગાઉ પીડીત સંઘ દ્વારા ધારાસભ્‍યની મુલાકાત કરી સીલીકોસીસ પીડીતોની પરીસ્‍થિતિ જણાવી હતી. ત્‍યારે ચર્ચા થતાં ધારાસભ્‍ય કાંતીભાઈએ અન્‍ય રાજ્‍યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી હોય તેની વીગત આપવા જણાવ્‍યું હતું જેથી તેઓ વિધાનસભામાં આ મુદે રજૂઆત કરી શકે.

મોરબીનો સીરામીક ઉધ્‍યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, સીરામીક ઉધ્‍યોગમાં અમુક વીભાગોમાં કામ કરનાર કામદારોને માંથીફેફસાંના ગંભીર રોગ સીલીકોસીસનું જોખમ રહેલું છે.સીલીકોસીસનાદર્દીઓની સંખ્‍યા દિવસેને દિવસેવધતી રહી છે.કેટલાક કામદારો સીલીકોસીસને કારણે નાની વયે મળત્‍યુ પામ્‍યા છે.આ બીમારીથી આજ સુધી ઘણા કામદારો મળત્‍યુ પામ્‍યા છે પણ તેના સત્ત્તાવાર આંકડાં પ્રસાશન પાસે ઉપલબ્‍ધ નથી.

રાજસ્‍થાન સરકાર , પヘમિ બંગાળ સરકાર , હરીયાણા સરકાર , ઝારખંડ સરકાર , છત્તીસગઢ સરકાર સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી બનાવેલ છે અને લાગુ કરેલ છે તેવી રીતે ગુજરાત સરકાર પણ ઘડી અને લાગુ કરે તેવી માગણી ઘણા સમયથી સીલીકોસીસ પીડીતો કરી રહ્યા છે.

પોતાના મતવીસ્‍તારની આ ગંભીર સમસ્‍યા અંગે સરકારમાં ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી ગુજરાત સરકાર સીલીકોસીસ પુનઃવસનનીતી બનાવે  તે માટે પોતાની વગ અને વજન વાપરે તેવી માગણી સંઘે કરેલ છે.

(11:02 AM IST)