<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

દ્વારકાના લાડવા ગામે સતવારા વૃદ્ધની કરપીણ હત્‍યા

જામ ખંભાળિયા  તા. ૬ :.  ત્રણ કિલોમીટર દૂર આવેલા લાડવા ગામની સીમમાં રહેતા અને એક ખેતરમાં રખોપું કરતા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે ૫૯ વર્ષના સતવારા વૃદ્ધનો લોહી નીતરતો મૃતદેહ લાડવા ગામની વાડીમાં ખાટલા પરથી સાંપળ્‍યો હતો. ગુરુવારે મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્‍યા શખ્‍સોએ મોહનભાઈ સોનગરા ઉપર કોઈ અગમ્‍ય કારણોસર બોથડ પદાર્થ વડે જીવણ હુમલો કરી, માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું  કરુણ મૃત્‍યુ નીપજ્‍યું હોવાનું જાહેર થયું છે.

રાત્રિના સમયે ઉપરોક્‍ત વૃદ્ધ પર કોઈ અજાણ્‍યા શખ્‍સોએ શા કારણે હુમલો કર્યો તેમજ આ હત્‍યામાં સંડોવાયેલા શખ્‍સોને ઝડપી લેવા માટે અહીં ડી.વાય.એસ.પી. પણ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. આ પ્રકરણ અંગે મળતકને પુત્ર સતીશ મોહનભાઈ સોનગરા (ઉ.વ. ૩૨) ની ફરિયાદ પરથી દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ તથા સ્‍ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે.

(11:31 AM IST)