<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જોખમી બાઇક સ્‍ટંટ કરતા વધુ એક યુવાનને વાંકાનેર પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું

તિથવા ગામના ઇરફાન શાહમદારને સીન સપાટા ભારે પડયાઃ વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

તસ્‍વીરમાં સ્‍ટંટ કરતા યુવાનનો વાયરલ થયેલ વિડીયોના દ્રશ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ લીતેશ ચંદારાણા-વાંકાનેર)

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૬: ર૭ નેશનલ હાઇવે પર જોખમી રીતે બાઇક પર સ્‍ટંટ કરતો એક શખ્‍સનો વિડીયો વાયરલ થયા બાદ ડીવાયએસપી એસ.એચ.સારડાની સુચનાથી વાંકાનેર સીટી પીઆઇ એચ.વી.ઘેલા અને પોલીસ ટીમ આ શખ્‍સને પકડી તેના સીનસપાટા વિંખી નાખ્‍યા હતા.

વાંકાનેર સીટી પોલીસ  મથકની હદમાં બાઇક પર સ્‍ટંટ કરતો આ વિડીયો વાયરલ થયો હતો. તેમાં બાઇકના નંબર પરથી સ્‍ટંટ કરનાર તીથવા ગામનો ઇરફાન મકબુલશાહ શાહમદાર (ઉ.વ.ર૧)ને પકડી પાડીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

આ કામગીરીમાં પીઆઇ એચ.વી.ઘેલા, હેડ કોન્‍સ્‍ટેબલ મુકેશભાઇ ચાવડા, પો.કોન્‍સ્‍ટેબલ જનકભાઇ ચાવડા, દર્શીતભાઇ વ્‍યાસ વી. સર્વેલન્‍સનો સ્‍ટાફ જોડાયો હતો.

 

 

(12:24 PM IST)