<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જેતપુરમાંથી પનીર, દૂધ, ક્રિમ વગેરેનો ૯ લાખનો શંકાસ્‍પદ જથ્‍થો ઝડપાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીનું લાયસન્‍સ સ્‍થગિત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬ : કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્‍યું છે કે, રાજયના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્‍તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્‍ત મળી રહે તે માટે રાજય સરકાર સતત કટિબદ્ધ છે. રાજયમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્‍વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્‍ય મથક, ગાંધીનગર ને મળેલ ખાનગી બાતમી ના આધારે  તંત્રની રાજકોટ જીલ્લાની ટીમ સાથે તા. ૦૪ના રોજ મે. રજવાડી ડેરી પ્રોડક્‍ટ, સારણ બ્રિજ ની પાસે, ચંદ્રમોલેશ્વર મંદિર ની સામે, ગણેશ માર્બલની બાજુમાં, મોઢવાળી વિસ્‍તાર, જેતપુર, રાજકોટ ખાતે શંકાસ્‍પદ પનીર નું ઉત્‍પાદન થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. પેઢી મે. રજવાડી ડેરી પ્રોડક્‍ટ નામે  ડેરી યુનિટનું  ઉત્‍પાદન માટેનું લાયસન્‍સ ધરાવતા છે  અને ડેરી પ્રોડક્‍ટ્‍સ અને એનાલોગસ માટેનું હોલસેલર તરીકેનું નું જ્‍લ્‍લ્‍ખ્‍ત્‍ નું લાઈસન્‍સ ધરાવે  છે. આથી તેઓ ધ્‍વારા સ્‍થળ પર પનીર અને ક્રીમનું વગર પરવાને ઉત્‍પાદન કરતા હોવાનું માલુમ પડેલ હતું. તપાસ માં પનીર, ક્રીમ, દૂધ માં વનસ્‍પતિ તેલ ના ભેળસેળની પ્રબળ શંકા જતા તેમજ તમામ ઉત્‍પાદન કરવાની જગ્‍યા અનહાયજેનીક સ્‍થિતિમાં માલૂમ પડતા તેમાં કાર્યવાહી કરવામાં આવેલ હતી. પેઢીના જવાબદાર શ્રી મયુરભાઈ મોહનભાઈ કોયાણીની હાજરીમાં તેમની પાસેથી દૂધ, પનીર, ક્રીમ અને વનસ્‍પતિ તેલ ના એમ કુલ - ૪ (ચાર) નમુના લેવામાં આવેલ જયારે બાકીનો આશરે ૧૭૦૦ કિગ્રા જથ્‍થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૫ લાખ થી વધુ થવા જાય છે તે શંકાસ્‍પદ જથ્‍થો જાહેર આરોગ્‍ય નાં હિતમાં સ્‍થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. જયારે પનીર (૧૩૧૦ કિગ્રા) અને દૂધ (૨૦૦૦ લીટર) કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૩.૮૦ લાખ થી વધુ થવા જાય છે તેનો ઉક્‍ત જવાબદાર વેપારી દ્વારા સ્‍વૈચ્‍છિક નાશ કરવામાં આવ્‍યો. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

 ઙ્ગ  સ્‍થળ ઉપર તપાસ દરમિયાન બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતી માં પનીર, ક્રીમ અને દૂધ નું ઉત્‍પાદન થતું હોવાનું જોવા મળેલ જેથી ડેઝીગ્નેટેડ ઓફિસર, રાજકોટ દ્વારા પેઢી નું લાઈસન્‍સ સ્‍થગિત કરી બંધ કરવામાં આવેલ છે.

ઙ્ગ       આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્‍યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્‍યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

(1:48 PM IST)