<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ભુલથી સ્‍વીચ શરૂ થઇ ગઇને ૨ સગા માસુમભાઇઓ મોતને ભેટયા

ભાવનગરના આંબલા ગામમાં પરપ્રાંતીય શ્રમજીવી પરિવાર ઉપર આભ તૂટી પડયુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૬ : દાહોદના વતની નિલેશભાઈ ભગોરાનો પરિવાર મજૂરી કામ અર્થે સિહોર તાલુકાના આંબલા ગામમાં આવેલ હતો અને વિપુલભાઈ રૂખડભાઈની વાડીમાં મકાનના ચણતર માટે ઉપયોગમાં લેવાતા બેલા બનાવવાનું કામ કરતા હતા.નિલેશભાઈના બે માસૂમ સંતાનો રાજવીર ( ઉં. વ.૪ ) અને જયરાજ ( ઉં. દોઢ વર્ષ ) રમતા હતા તે દરમિયાન ભૂલથી સ્‍વીચ શરૂ થઈ જતા માત્ર ૪૦ સેકન્‍ડમાં જ બન્ને બાળકો  બેલા બનાવવાના મશીનમાં આવી જતા બન્નેને ગંભીર  ઈજા થતા કરુણ મોત નીપજ્‍યા હતા.

આ બનાવના પગલે શ્રમજીવી પરિવાર અને આંબલા પંથકમાં આઘાત સાથે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(12:27 PM IST)