તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
સસ્પેન્ડેડ ચકચારી લેડી કોન્સ્ટે. નીતા ચૌધરીના જામીન રદ્દ કરાવવા પોલીસની સેશન્સ કોર્ટમાં અરજી
પોલીસ બેડામાં ચકચાર, દારૂ, બીયર અને વોન્ટેડ બુટલેગર સાથે ઝડપાયેલ ગ્લેમરસ લેડી કોન્સ્ટે. નીતા ચૌધરી બંને સામે પોલીસ ટીમની હત્યાના પ્રયાસ ગુનો, પોલીસે ફાયરિંગ કરવું પડયું'તું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: રાજ્યના પોલીસ બેડામાં અને લોકોમાં ચકચાર સર્જનાર સીઆઈડી ક્રાઈમની ગ્લેમરસ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને તેની સાથે ઝડપાયેલ વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ સેશન્સ કોર્ટમાં પહોંચી છે.
જોકે, પૂર્વ કચ્છ પોલીસે હવે હત્યાના પ્રયાસના ગુનામાં નીતા ચૌધરીને મળેલ જામીન અંગે ભચાઉ સેશન્સ કોર્ટમાં પડકારતા આજે તેની સુનાવણી છે. દરમ્યાન યુવરાજસિંહે જામીન માંગ્યા ન હોઈ દારૂબંધીના કેસ ના રિમાન્ડ પૂર્ણ થતાં તે જેલ હવાલે થશે. આ સમગ્ર બનાવમાં યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ૨૧ ગુનાઓ હોવાનું અને ૬ ગુનામાં તે વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કુખ્યાત વોન્ટેડ બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ રાજસ્થાન દારૂ લેવા જાય. તેમ જ પોલીસ ટીમ ઉપર હત્યાનો પ્રયાસ કરવાના બનાવમાં પણ તેની સામેલગીરી હોય એ આરોપ ચકચાર સર્જે એવો છે. સૌથી વધુ ચર્ચા આ ગ્લેમરસ લેડી કોન્સ્ટેબલના ઉચ્ચ સંપર્કોની છે. એ અંગે તરેહ તરેહ ની વાતો થઈ રહી છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
