<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

પડધરીના વ્‍યાજખોર અફજલ મકરાણીએ ફતેપરના ખેડુતનું મકાન લખાવી લીધું !

૧ લાખનું ર.૬૦ લાખ વ્‍યાજ ચુકવી દીધુ હોવા છતા

રાજકોટ, તા., ૬ : ૧ લાખનું ર.૬૦ લાખ વ્‍યાજ ચુકવી દીધુ હોવા છતા પડધરીના વ્‍યાજાખોરોએ ફતેપર ગામના ખેડુતનું બળજબરીથી મકાન લખાવી લેતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ફતેપર ગામે રહેતા અને ખેતીકામ કરતા કાનજીભાઇ માધાભાઇ ડોબરીયાએ અફજલ ઉર્ફે બટુક ઇકબાલભાઇ મકરાણી રે.પડધરી સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ત્રણ વર્ષ પુર્વે ફરીયાદીની પુત્રવધુ કોરોના સમયે બિમાર પડતા દવાખાનાના કામ માટે આરોપી પાસેથી ૧ લાખ રૂપીયા ૧૦ ટકા વ્‍યાજે લીધા હતા. ફરીયાદીએ ૧ લાખનું ર.૬૦ લાખ રૂપીયા વ્‍યાજ આરોપીને ચુકવી દીધુ હતું. આ દરમિયાન ફરીયાદી ત્રણ મહિના સુધી વ્‍યાજ ચુકવી ન શકતા આરોપીએ વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ફરીયાદીના માલીકીનું મકાન લખાવી લીધું હતું. તેમજ ફરીયાદીના પુત્ર પાસેથી ત્રણ ચેક લખાવી લીધા હતા.

આ ફરીયાદ અન્‍વયે પડધરી પોલીસે વ્‍યાજખોર અફજલ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:33 PM IST)