<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ઉપલેટા પંથકમાં કોલેરાગ્રસ્‍ત મૃતકોના પોસ્‍ટમોર્ટમ કેમ ન થયા ? જવાબદારોને સીધા કરો

જીપીસીપીની જવાબદારી છતાં તપાસમાં ઉણું ઉતર્યુ ? બાળકને સારવાર માટે છેક જામનગર કેમ લઇ જવાયો ? આવનારા સમયમાં ગંભીર સ્‍થિતિ સર્જાવાની દહેશત

રાજકોટ, તા. ૩ :  રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસો પહેલા ફેલાયેલ કોલેરાની ગંભીર બિમારીથી કુલ ૬ બાળકોના મોત થતા તંત્ર સામે આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે. અને જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરીને દાખલારૂપ સજા કરવા માંગણી ઉઠી છે.

થોડા દિવસો પહેલા ઉપલેટાના ગણોદ-તણસવા રોડ ઉપર પ્‍લાસ્‍ટીકના ફેકટરીમાં રહેતા અને મજુરી કામ પરિવારના બાળકોમાં કોલેરાની ભયાનક બિમારી પ્રસરી જતા ૬ બાળકોના મોત થયા હતા.

આ ઘટના બાદ સરકારી તંત્ર અને આરોગ્‍ય વિભાગ દ્વારા સેમ્‍પલ લઇને કામગીરી કરવામાં આવી પરંતુ યોગ્‍ય કામગીરી ન થઇ હોવાની ચર્ચા થઇ રહી છે.

ઉપલેટા-ધોરાજી પંથકમાં ધમધમતા કારખાનાઓના વેસ્‍ટ પાણી જમીનમાં અથવા તો નદી, નાળામાં વહે છે. જેથી પાણીજન્‍ય રોગોનું પ્રમાણ વધ્‍યુ છે. ગંદા પાણીને ફિલ્‍ટર કર્યા વગર જે ઉપયોગમાં લેવાથી કેમિકલયુકત પાણી શરીરમાં જવાથી કોલેરા સહિત પાણીજન્‍ય રોગોનું પ્રમાણ વધે છે અને મહામુલી જીંદગી જાય છે. અથવા તો જોખમાય છે.

પ્‍લાસ્‍ટીકની ફેકટરીઓમાંથી નીકળતા ગંદા પાણી જેને હેજાર વેસ્‍ટ કહેવામાં આવે છે. તેનો ગમે ત્‍યાં નિકાલ કરી દેવામાં આવે છે અને તેના કારણે રોગચાળો પ્રસરતો જાય છે. આવા હેજાર વેસ્‍ટનો યોગ્‍ય સ્‍થળ નિકાલ કરવો જોઇએ અને આરોગ્‍યને નુકશાન થાય તેવી જગ્‍યાએ નિકાલ કરતા જવાબદારો સામે કડક પગલા ભરવા જોઇએ.

કોલેરોમાં પ્રથમ જે બાળકનો ભોગ લેવાયો  તેને પ્રથમ ઉપલેટા, રાજકોટ, ધોરાજી સારવાર કરવાના બદલે જામનગર શા માટે? અને કોણ લઇ ગયું ?  તે પણ પ્રશ્‍ન છે.

 કારણ કે આ ગરીબ-મજુર પરિવારના કોઇ વ્‍યકિત ઉપલેટાથી જામનગર સુધી ન જાય આ માટે કોઇ અંદરખાને સંડોવાયેલ હોય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

ઉપલેટા પંથકમાં હેઝાર્ડસ વેસ્‍ટનો નિકાલ કરનાર ફેકટરીના માલિકો સામે કડક પગલા ભરવા અત્‍યંત જરૂરી છે. ઉપલેટામાં આવેલી ૩ ફેકટરીઓ જીપીસીપીની અંડરમાં આવે છે. પરંતુ જીપીસીપીના અમુક અધિકારીઓ, કર્મચારીઓના કારણે ર૦૧૬નાં પરિપત્રનો યોગ્‍ય અમલ કરવામાં આવતો નથી. જેથી જીપીસીપીની ભુલના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય જતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

જુદા-જુદા કારખાનામાંથી નીકળતા કેમિકલયુકત પાણીનો યોગ્‍ય સ્‍થળે નિકાલ ન થતો હોવાનું પણ જાણવા મળ્‍યું છે. કારણ કે, આવા કારખાનેદારો પાસે હેઝાર્ડસ વેસ્‍ટ નિકાલ કર્યાની કોઇ પહોંચ હોતી જ નથી.

ઉપલેટા પંથકમાં મજુર પરિવારના જે બાળકોનો ભોગ લેવાયો તેના પોસ્‍ટમોર્ટમ કેમ ન કરાયા ?  તે અંગે પણ ચર્ચા જાગી છે.  આ ગરીબ પરિવારોને કોઇ સરકારી સહાય પણ મળી નથી.

આવા કારખાનાઓમાં કાસ્‍ટીંગ સોડા તથા ઝેરી કેમિકલનો ઉપયોગ પણ થતો હોવાનું ચર્ચાય છે પરંતુ સરકારી તંત્ર કે જીપીસીપીના કોઇ જવાબદારો ચેકીંગ પણ ન કરતા હોવાનું ચર્ચાય છે.

આ અંગે જો કોઇ પગલા ભરવામાં ન આવે તો આવનારા સમયમાં બોર કુવાનું પાણી નદી, નાળાના પાણીમાં કેમિકલયુકત પાણી ભળી જવાની છે અને રોગચાળો વધુ મોટા પ્રમાણમાં ફેલાય તેવી દહેશત છે ત્‍યારે આ અંગે કલેકટરશ્રી, મામલતદારશ્રી, જીપીસીપીની ટીમ યોગ્‍ય કરે તેવી માંગ ઉઠી છે

(12:39 PM IST)