તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
વલ્લભીપુર-૪, ઉમરાળા-૩, ભાવનગરમાં ૨ ઇંચ વરસાદ
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં સાર્વત્રિકના બદલે છુટોછવાયો વરસતો હળવો-ભારે વરસાદ

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિકના બદલે છુટોછવાયો હળવો-ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે ભાવનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને ૪ ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મેઘરાજાની પુનઃ પધરામણી થઈ હતી. સમગ્ર જિલ્લામાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે.વલભીપુરમાં ચાર ઇંચ, ઉમરાળામાં ત્રણ ઇંચ, ભાવનગર શહેર માં બે ઇંચ, તળાજા અને પાલીતાણામાં એક- એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજા ની કળપા વરસી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે વરસાદ પડતા કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદ પડતા ચોમાસુ જામી રહ્યું છે.જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આજે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુધીમાં વલ્લભીપુરમાં - ૯૫ મિમી, ઉમરાળામાં ૭૭ મિ.મી, ભાવનગરમાં - ૪૫ મિ.મી., ઘોઘામાં - ૧૯ મિ.મી., સિહોરમાં - ૨૩ મિ.મી., ગારીયાધારમાં - ૬ મિમી, પાલીતાણામાં ૨૨ મિમી, તળાજામાં - ૨૫ મિમી, મહુવામાં - ૧૬ મિ.મી .તથા જેસરમાં - ૬ મિ.મી .વરસાદ નોંધાયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જોડીયાના પીઠડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. બાજરા સંશોધન કેન્દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭.૮, મહતમ તાપમાન ૩૨.૫, ભેજનું પ્રમાણ ૮૯%, પવનની ગતિ ૭.૮ કિ.મી. રહી છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
