તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
કાલે જુનાગઢમાં જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા
જય રણછોડ.. માખણ ચોરના નાદ ગૂંજી ઉઠશે : સવારે શાહી સ્નાન, બીજ ભોગ હાંડી મહાઆરતી સહિતના કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬ : ગંધ્રપવાડા ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પુરી જગન્નાથજી મંદિરની આબેહૂબ પ્રતિકળતિ આવેલી છે. અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ગઈકાલે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી.આજે સવારે વિષ્ણુયાગ યજ્ઞ યોજવામાં આવ્યો હતો.આજે રાત્રે મંદિર ખાતે સ્વ મુકુંદભાાઈ સૂચક ના રાધાકળષ્ણ ભક્તિ ગીત ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે સવારે ભગવાનનું વિવિધ ઔષધી યુક્ત પાણીથી શાહી તાાન કરવામાં આવશે ત્યારબાદ બપોરે શહેરના માર્ગો પર ચાંદીની સાવરણીથી પહીંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને બલરામજી નગરચર્યાએ નીકળશે.
ભાવિકોને જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ૭૦ કિલોના માંડવીના બી, મીઠા દાણા, રેવડી, સાકર ફણગાવેલા મગ હિતના પેકેટનું વિતરણ કરાશે.આ ઉપરાંત ૫૦ કિલોથી પણ વધુ મગ નું વિતરણ કરાશે.
મંદિરે બપોરે યોજાનાર આરતીમાં જગન્નાથજી ભગવાનને હાંડીનો ભોગ, ભગવાનને પ્રિય રાવણા, વિવિધ ફળોનો ભોગ ધરાશે ત્યારબાદ ભાવિકોને પ્રસાદ આપવામાં આવશે.
આવતીકાલે સવારે અષાઢી બીજના પાવન દિવસે સવારે જગન્નાથજી મંદિરે ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાનનું શાહી તાાન, ત્યારબાદ ધ્વજા રોહણ, બીજ ભોગ હાંડી પ્રસાદ, આરતી, સહિતના કાર્યક્રમો યોજાશે. મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ૩ વાગ્યે સંતો મહંતો, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા , કોર્પોરેટર આરતીબેન જોશી, હિતેન્દ્રભાઈ ઉદાણી, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સહિતના કોર્પોરેટરો ,રાજકીય અને સામાજિક આગેવાનો મહાનુભવો અને ભાવિકોની ઉપસ્થિતિમાં જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. પ્રારંભે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે ચાંદીની સાવરણીથી પહિંવિધી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને ભાઈ બલરામના ત્રણેય રથો ને દોરડા વડે ભાવિકો દ્વારા પ્રયાણ કરાવવામાં આવશે.
જુનાગઢમાં આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના માર્ગો પર નીકળનાર હોય જેને લઇ રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડીયાના માર્ગદર્શન હેઠળ ડીએસપી હર્ષદ મહેતાના નિદર્શન હેઠળ સલામતીના ભાગરૂપે રથયાત્રાના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેૈનાત કરવામાં આવશે.ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તથા વિવિધ વિભાગોના પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડના જવાનો સહિત ૧૧૦ પોલીસ કર્મીઓ બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે સમગ્ર રથયાત્રાના રૂટ પરડ્રોન કેમેરા ઉપરાંત રથયાત્રાાના રૂટ પર સીસીટીવી કેમેરા થી બાજ નજર રાખવામાં આવશે.
જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે રથયાત્રા સંપન્ન થયા બાદ મંદિરે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આરતી બાદ મંદિરે દર્શનાર્થે આવેલા તમામ ભાવિકોને અંદાજિત ૬૦ કિલોથી વધુ મોહનથાળ પ્રસાદી રૂપે આપવામાં આવશે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
