<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જામનગરમાં ફલેટમાં બેટરી ફાટતા આગ લાગી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: શહેરના સત્‍યમ કોલોની રેલ્‍વે અંડર બ્રિજ નજીક આવેલ મનધારા રેસીડેન્‍સી ફ્‌લેટના ત્રીજા માટે આવેલ રહેણાંક મકાનમાં ચાર્જમાં મુકેલ ઇલેક્‍ટ્રીક બાઈક ની બેટરી ફાટતાં આગ લાગી હતી. ચાર્જમાં રહેલ બેટરી ફાટતા આગજનીની ઘટનાને લઈને ફ્‌લેટમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્‍યા હતા. જેને લઈને લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્‍થળે દોડી જઈને આગ લાગેલ બેટરી બહાર કાઢી હતી. અને આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ આગજનીની ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા.(તસવીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(2:06 PM IST)