તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
સોમનાથમાં સોની હીરાબેન ટ્રસ્ટની સેવા પ્રવૃતિને ભુપેન્દ્રભાઇ પટેલે બિરદાવી

રાજકોટઃ સોમનાથ વિસ્તારમાં અનેક સેવાઓ આરોગ્ય લક્ષી કેમ્પ વ્યસન મુક્તિ કાર્યકમ સ્વ.પુનમબેન ધાણક સ્વ.અરવિંદભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ.સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની ગીતાબેન દીલીપભાઈ ચલ્લા રાણપુર વાળા, પાયલબેન પારેખ સહીતના સહકાર થી થતા આરોગ્ય સેવાઓ તેમજ અન્ય વ્યસન મુક્તિ અભિયાન કેમ્પના કાર્યક્રમને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વ.સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ ને સન્માનિત કરેલ અને શુભકામનાઓ પાઠવેલ.
જેમા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના ભુતપૂર્વ માજી.પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર ગોલ્ડ અને સિલ્વર એસોસિયેશન ના પ્રમુખ ગીરીશભાઈ જગજીવનભાઈ ભટ્ટ, નગરસેવક ઉદયભાઈ શાહ ભુતપૂર્વ ઉપપ્રમુખ કપીલભાઈ મહેતા, ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓ બેન્ક ના ચેરમેન નવીનભાઈ શાહ, જનરલ મેનેજર અતુલભાઈ શાહ, ડો દિનેશભાઈ બારડ, ડી.કે. બારડ ડાયગનોસટીક હોસ્પીટલ સોમનાથ ટ્રસ્ટ સહિતના ઉપસ્થિત રહયા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
